Home /News /national-international /

ISROએ લોન્ચ કર્યું PSLV-C 43, પોતાની સાથે લઈ ગયું 31 સેટેલાઇટ્સ

ISROએ લોન્ચ કર્યું PSLV-C 43, પોતાની સાથે લઈ ગયું 31 સેટેલાઇટ્સ

30 સેટેલાઇટ્સમાં 23 સેટેલાઇટ અમેરિકાના, પૃથ્વીનું નિરીક્ષણ કરનારું ભારતીય ઉપગ્રહ પણ સામેલ

31 સેટેલાઇટ્સમાં 23 સેટેલાઇટ અમેરિકાના, પૃથ્વીનું નિરીક્ષણ કરનારું ભારતીય ઉપગ્રહ પણ સામેલ

    ઈન્ડિયન સ્પેસ સિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગુરુવારે અંતરિક્ષમાં મોટી ઉડાણ ભરી. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) સી-43 દ્વારા સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સવારે 9:58 વાગ્યે તેનું લોન્ચિંગ થયું. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ની આ વર્ષમાં છઠ્ઠી ઉડાણ છે.

    PSLV-C 43 રોકટેનું પ્રક્ષેપણ કર્યું. આ રોકેટ પૃથ્વીનું નિરીક્ષણ કરનારું ભારતીય ઉપગ્રહ એચવાઈએસઆઈએસ અને 30 અન્‍ય સેટેલાઇટને પોતાની સાથે અંતરિક્ષમાં લઈને ગયું, જેમાંથી 23 સેટેલાઇટ અમેરિકાના છે.

    ઇસરોએ કહ્યું કે ઉપગ્રહને 636 કિમી એસએસઓમાં 97.957 ડિગ્રી ઝૂકાવ સાથે સ્થાપિત કરવામાં આવશે. ઉપગ્રહની અનુમાનિત આયુ પાંચ વર્ષ છે. અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે એચવાઇએસઆઈએસનું પ્રાથમિક લક્ષ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક વર્ણ પટ (સ્પેક્ટ્રમ)ની પાસે ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ ક્ષેત્રોમાં પૃથ્વીની સપાટી પર અધ્યન કરવાનું છે.

    #Watch ISRO launches HysIS and 30 other satellites on PSLV-C43 from Satish Dhawan Space Centre in Sriharikota. #AndhraPradesh pic.twitter.com/ZtI295a4cy

    એજન્સીએ કહ્યું હતું કે, એચવાઈએસઆઈએસમાં એક માઇક્રો અને 29 નેનો સેટેલાઇટ છે. આ ઉપગ્રહ આઠ દેશોના છે. આ તમામ ઉપગ્રહોને PSLV-C 43ની 504 કિમીવાળી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જે દેશોના ઉપગ્રહો મોકલવામાં આવ્યા છે તેમાં અમેરિકા (23 સેટેલાઇટ) તથા ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેન (દરેકના એક સેટેલાઇટ) સામેલ છે.

    આ પણ વાંચો, UPAના GDP આંકડા બદલવા પર ભડક્યા ચિદમ્બરમ, કેન્દ્રને કહ્યું- બંધ કરી દો નીતિ આયોગ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Satellite, ઇસરો, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन