Home /News /national-international /

ભારતે લોન્ચ કર્યો સૌથી વજનદાર GSAT-11 સેટેલાઇટ, ઇન્ટરનેટની સ્પીડમાં થશે વધારો

ભારતે લોન્ચ કર્યો સૌથી વજનદાર GSAT-11 સેટેલાઇટ, ઇન્ટરનેટની સ્પીડમાં થશે વધારો

પ્રતિકાત્મક તસવીર

ભારતીય સમય અનુસાર મંગળવાર-બુધવારે રાત્રે દક્ષિણી અમેરિકાના ફ્રેન્ચ ગયાનાના એરિયાનેસ્પેસના એરિયાને-5 રોકેટથી સૌથી ભારે વજની ઉપગ્રહ GSAT-11ને લોન્ચ કર્યો હતો.

    ભારતીય અંતરિક્ષ એજન્સી ISROએ બુધવારે અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટને લોન્ચ કર્યો છે. ભારતીય સમય અનુસાર મંગળવાર-બુધવારે રાત્રે દક્ષિણી અમેરિકાના ફ્રેન્ચ ગયાનાના એરિયાનેસ્પેસના એરિયાને-5 રોકેટથી સૌથી ભારે વજની ઉપગ્રહ GSAT-11ને લોન્ચ કર્યો હતો. આ સેટેલાઇટ મંગળવારે મોડી રાત્રે 2થી 3 વાગ્યાની આસપાસ લોન્ચ કરાયો હતો.

    ઇસરોના જણાવ્યા પ્રમાણે આશરે 5854 કિલોગ્રામ વજનનો GSAT-11 ઉપગ્રહ દેશભરમાં બ્રોડબેન્ડ સેવાઓને ઉપલબ્ધ કરાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઇસરોનો અત્યાર સુધીનો સૌભી વજનદાર ઉપગ્રહ છે.

    GSAT-11 આગળની પેઢીનો હાઇ થ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. જેનો જીવનકાળ 15 વર્ષથી વધારે છે. આ પહેલા 25 મેના દિવસે લોન્ચ કરવામાં આવવાનો હતો. પરંતુ ટેકનિકલ તપાસ માટે આ લોન્ચિંગનો સમય બદલવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-ISROએ લોન્ચ કર્યું PSLV-C 43, પોતાની સાથે લઈ ગયું 31 સેટેલાઇટ્સ

    શરૂઆતમાં ઉપગ્રહ જિયો ઇક્વીવેલેન્ટ ટ્રાન્સફર ઓર્બિટમાં લઇ જવામાં આવશે. ત્યારબાદ જિયો સ્ટેટિક ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. જો આ સેટેલાઇટ સલામત રીતે પોતાની કક્ષામાં સ્થાપિત થઇ જાય છે. તો આ સેટેલાઇટ દેશની ટેલિકોમ સેક્ટરમાં મહત્વનો સાબિત થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Satellite, ઇસરો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन