Home /News /national-international /

ISROએ ફરી રચ્યો ઈતિહાસ, EMISATની સાથે 28 સેટેલાઇટ લોન્ચ

ISROએ ફરી રચ્યો ઈતિહાસ, EMISATની સાથે 28 સેટેલાઇટ લોન્ચ

દુશ્મન પર નજર રાખવાના ઉદ્દેશ્યથી પણ એમિસેટ ખૂબ મહત્વપૂર્ણ છે

દુશ્મન પર નજર રાખવાના ઉદ્દેશ્યથી પણ એમિસેટ ખૂબ મહત્વપૂર્ણ છે

    અંતરિક્ષની દુનિયામાં ભારત સતત ઈતિહાસ રચતું જઈ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ સોમવારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 9.27 વાગ્યે ભારતીય રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ, એમિસેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. એમિસેટનું પ્રક્ષેપણ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) માટે કરવામાં આવ્યું છે. દુશ્મન પર નજર રાખવાના ઉદ્દેશ્યથી પણ એમિસેટ ખૂબ મહત્વપૂર્ણ છે.

    PSLV C45 દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ EMISAT લોન્ચ કરવામાં આવ્યો છે. 749 કિલોગ્રામનો આ ઉપગ્રહ ડીઆરડીઓને ડિફેનસ રિસર્ચમાં મદદ કરશે.

    EMISAT ઉપરાંત બીજા દેશોના 28 ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી અમેરિકાના 24, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વિત્ઝરલેન્ડના એક-એક ઉપગ્રહ સામેલ છે.

    ઉલ્લેખનીય છ કે, આ ઈસરોનું એવું પહેલું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ સ્થાપિત કરશે. સૌથી પહેલા EMISATને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 504 કિમીની કક્ષા પર અન્ય 28 સેટેલાઇટ સ્થાપિત થશે.

    આ સમગ્ર મિશનમાં 3 કલાકનો સમય લાગશે.

    નોંધનીય છે કે, આ પહેલા આ મિશન 12 માર્ચે લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને 1 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: ISRO satellite launch, Trending news, અંતરિક્ષ, ઇસરો, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन