Home /News /national-international /Risat-2BR1 સેટેલાઇટથી વધશે સર્જિકલ સ્ટ્રાઇકની તાકાત!

Risat-2BR1 સેટેલાઇટથી વધશે સર્જિકલ સ્ટ્રાઇકની તાકાત!

ઈસરોએ સેનાને ગિફ્ટ રૂપે આપ્યો Risat- 2BR1 સેટેલાઇટ, દેશની સુરક્ષા માટે આ કારણે મહત્વનો

ઈસરોએ સેનાને ગિફ્ટ રૂપે આપ્યો Risat- 2BR1 સેટેલાઇટ, દેશની સુરક્ષા માટે આ કારણે મહત્વનો

  ન્યૂઝ18 ગુજરાતી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) રડાર ઇમેજિંગ સેટેલાઇટ Risat- 2BR1નું આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કર્યું. આ સેટેલાઇટથી ભારતીય સુરક્ષા દળોની ખરાબ હવામાનમાં પણ સીમાઓ અને ખતરાવાળા ક્ષેત્રોની નજર રાખવાની ક્ષમતા વધી જશે. આ રીસેટ કેટેગરીનો ઈસરોનો ચોથો સેટેલાઇટ છે. આ સેટેલાઇટ ધરતી પર કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ વસ્તુની તસવીરો દિવસભરમાં બેથી ત્રણ વાર લઈ શકે છે. તેનાથી દુશ્મનો પર નજર રાખવા ઉપરાંત ડિઝાસ્ટર સમયે ચોક્કસ આંકડા એકત્ર કરવામાં ઈસરોને મદદ મળશે.

  ISRO પોતાના નવા ઉપગ્રહને 555 કિમીની ઊંચાઈ પર સ્થાપિત કરવાનું છે. આ પહેલા મોકલવામાં આવેલા રીસેટ ઉપગ્રહ 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની આગામી સીરીઝનું લોન્ચિંગ હવે થયું છે.

  ઈસરોના એક સૂત્રએ જણાવ્યું કે, Risat- 2BR1 નામનો આ સેટેલાઇટ અગાઉના Risat સેટેલાઇટ્સથી વધુ એડવાન્સ છે. આ સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યો છે. જોકે, તે જોવામાં બિલકુલ અગાઉના Risat સેટેલાઇટ્સની જેમ જ દેખાય છે. તેમાં નજર રાખવાની અને તસવીરો ખેંચવાની ક્ષમતામાં SARના કારણે વધારો કરવામાં આવ્યો છે.

  1 મીટર દૂરથી ખેંચી શકાય છે તસવીર

  રીસેટનું X બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર (SAR) આ સેટેલાઇટનો દિવસે જ નહીં પરંતુ રાતમાં પણ સ્પષ્ટ તસવીર લેવા અને તમામ હવામાનમાં આવું કરી શકવાની ક્ષમતા આપે છે. આ રડાર ઘેરા વાદળોને ભેદી શકે છે અને 1 મીટર દૂરથી કોઈ વસ્તુની તસવીર લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ જો બે વસ્તુઓ માત્ર 1 મીટર દુર રાખવામાં આવે તો બંનેની અલગ-અલગ ઓળખ પણ કરી શકે છે.

  આ પણ વાંચો, અંતરિક્ષમાં ISROની વધુ એક સફળતા, રિસેટ-2B ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ

  મૂળે, હજુ સુધી ઈસરોની પાસે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઇમેજિંગ ટેકનીકવાળા સેટેલાઇટ હતા જે ધરતી પર થઈ રહેલી નાનામાં નાની ગતિવિધિઓની સચોટ સ્થિતિ દર્શાવી શકવામાં સક્ષમ નથી. આ સિન્થેટિક અપર્ચર રડાર આ ખામીને પૂરી કરશે.

  ધરતી જ નહીં સમુદ્રમાં પણ રાખશે શત્રુઓ પર નજર

  ધરતી પર ઉપસ્થિત કોઈ બિલ્ડિંગ કે વસ્તુની તસવીર આ રડાર દિવસભરમાં બેથી ત્ર વાર લઈ શકે છે. તેનાથી ભારતીય સેનાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જેહાદી કેમ્પો પર નજર રાખવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત એલઓસીની આસપાસ થનારી ઘૂસણખોરી ઉપર પણ તેની નજર મજબૂત થશે, જેનાથી ઘૂસણખોરીના મામલામાં ઘટાડો આવશે અને આતંકનો ખતરો ઘટી જશે.

  આ સેટેલાઇટ સમુદ્રમાં દુશ્મનના જહાજોને પણ સારી રીતે ટ્રેક કરવામાં સક્ષમ છે. તે હિંદ મહાસાગરમાં ચીન અને અરબ સાગરમાં પાકિસ્તાની યુદ્ધજહાજો પર નજર રાખશે.

  સર્જિકલ સ્ટ્રાઇકમાં આવશે કામ

  રીસેટ સીરીઝનો અગાઉનો સેટેલાઇટ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં કામ આવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સેટેલાઇટના કારણે ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ સુધાર થયો હતો.

  ઈઝરાયલમાં થયો છે ડેવલપ

  26/11 હુમલા બાદ ભારતમાં 2008માં થયેલા મુંબઈ હુમલા બાદ રીસેટ-1 પ્રોગ્રામથી વધુ રીસેટ-2ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું કારણ કે તેમાં એડવાન્સ રડાર સિસ્ટમ હતી જેનાથી મુંબઈ હુમલા જેવી ઘૂસણખોરીની શક્યતા ઘટી જાય છે. ઈઝરાયલમાં બનેલા આ સેટેલાઇટના હુમલા બાદ ભારતે 20 એપ્રિલ 2009ના રોજ લોન્ચ કર્યો હતો જેથી સુરક્ષાદળોની ક્ષમતાઓ વધારી શકાય. આ સેટેલાઇટ ભારતની સિક્યોરિટી એજન્સીઓ માટે હંમેશા ભારતની સીમાઓથી થનારી ઘૂસણખોરી પર નજર રાખે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Defence, Disaster, Satellite, Surgical strike, ઇસરો, ભારતીય સેના

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन