ન્યૂઝ18 ગુજરાતી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) બુધવારે રિસેટ-2B ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરી ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. તમિલનાડુના શ્રીહરીકોટાથી રિસેટ-2B ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ પીએસએલવી-સી46થી કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ એ કારણે મહત્વપૂર્ણ છે કારણ કે તે રિસેટ સેટેલાઇટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા 300 કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યું છે.
ISROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
Indian Space Research Organisation (ISRO) launches PSLVC46 from Satish Dhawan Space Centre, Sriharikota. PSLVC46 will launch the RISAT-2B radar earth observation satellite into a 555 km-altitude orbit. pic.twitter.com/iY2paDVjls
મળતી માહિતી મુજબ, ISRO પોતાના નવા ઉપગ્રહને 555 કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરશે. સીસેટ-2ના લગભગ સાત વર્ષ બાદ ભારતીય-રડાર ઇમેજિંગ ઉપગ્રહોની સીરીઝમાં રીસેટ-2Bનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ISRO હજુ બીજા 6 સેટેલાઇટ લોન્ચ કરશે
ISRO આવનારા સમયમાં ઓછામાં ઓછા 6 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેમાં રિસેટ-2BR1, રિસેટ-2BR2, રિસેટ-1A, રિસેટ-1B, રિસેટ-2A મુખ્ય છે. તેમાંથી મોટાભાગના સેટેલાઇટ દુશ્મન દેશોની ગતિવિધિ પર નજર રાખી શકશે અને તસવીરોના માધ્યમથી સેનાને સાચી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર