VIDEO: ઈસરોના સૌથી મોટા રોકેટે એકસાથે 36 ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું
isro
બ્રિટનની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડે પૃથ્વીની નીચલી કક્ષામાં 72 સેટેલાઈટ્સ લોન્ચ કરવા માટે ઈસરોની કમર્શિયલ યૂનિટ ન્યૂસ્પેસ ઈંડિયા લિમિટેડની સાથે કરાર કર્યો હતો.
શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના સૌથી મોટા LVM3 રોકેટે વનવેબના 36 સેટેલાઈટને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે. આ રોકેટ રવિવારે સવારે 9.00 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા હતા.
બ્રિટનની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડે પૃથ્વીની નીચલી કક્ષામાં 72 સેટેલાઈટ્સ લોન્ચ કરવા માટે ઈસરોની કમર્શિયલ યૂનિટ ન્યૂસ્પેસ ઈંડિયા લિમિટેડની સાથે કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત 36 ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ 23 ઓક્ટોબરે વનવેબ ગ્રુપ કંપની માટે પહેલા 36 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. ઈસરોએ આ લોન્ચીંગની અવેજમાં 1000 કરોડની ફીસ મળી છે.
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota
ઈસરોએ આ અગાઉ શનિવારે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર, LVM-3/વનવેબ ઈંડિયા-2 મિશન. ઉલ્ટીગણતરી શરુ થઈ ગઈ છે. ચેન્નાઈથી લગભગ 135 કિમી દૂર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લોન્ચ પૈડથી 26 માર્ચ સવારે નવ કલાકે 43.5 મીટર લાંબી રોકેટથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે.
તો વળી વનવેબના અનુસાર, રવિવારે લોન્ચ 18મું અને આ વર્ષનું ત્રીજૂ લોન્ચીંગ હશે, તથા તેનાથી પૃથ્વીની નીચલી કક્ષામાં ઉપગ્રહોનો સમૂહની પહેલી જનરેશન પુરી થઈ જશે. ઈસરો માટે 2023ની આ બીજૂ લોન્ચીંગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર