પોતાનું સ્પેસ બનાવ્યા બાદ ભારતને શું થશે ફાયદો?

અંતરીક્ષ રણક્ષેત્ર બનશે તો, ભારત હશે મહાશક્તિ

ભારતે આ પહેલા માર્ચમાં અંતરિક્ષમાં સેટેલાઈટને મારી પાડવાનું શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું

  • Share this:
    ભારત અંતરિક્ષમાં દરેક રીતે દુનિયાની સૌથી મોટી તાકત બનતુ જઈ રહ્યું છે. આ ક્રમને આગળ વધારતા ઈસરો પ્રમુખ સિવાને ગુરૂવારે અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજનાની જાણકારી આપી. આ પ્રોજેક્ટને તેમણે ભારતના 'ગગનયાન મિશન'નો જ વિસ્તાર બતાવ્યો છે. અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન એટલા માટે બનાવવામાં આવે છે, જેથી વૈજ્ઞાનિક વધારે સમય સુધી અંતરિક્ષમાં રહી તેના વિશે રિસર્ચ કરી શકે.

    આ પ્રોજેક્ટ ગગનયાન મિશનનો જ વિસ્તાર હશે. સિવને કહ્યું હતું કે માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ પછી ગગનયાન કાર્યક્રમને બનાવી રાખવો પડશે. આ જ કારણે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

    તમને જણાવી દઈએ કે ગગનયાન યોજના પ્રમાણે ભારત 2022માં અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવાનું છે. ગત 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ આ જાહેરાત કરી હતી. પ્રથમ વખત કોઈ ભારતીય અંતરિક્ષયાત્રી ભારતીય મિશન પ્રમાણે અંતરિક્ષમાં પગ રાખશે.

    આ સમયે અંતરિક્ષમાં કેટલા સ્પેસ સ્ટેશન છે?
    અત્યાર સુધી અંતરિક્ષમાં બે જ સ્પેસ સ્ટેશન છે, જે ધરતીનું ચક્કર લગાવી રહ્યા છે. તેમાંથી એક છે કેટલાક દેશોના સહયોગથી બનેલુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને બીજુ છે ચીનનું તિયાનગોન્ગ-2. તેમાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કામ કરી રહ્યું છે અને આ સ્પેસ સ્ટેશનમાં કોઈને કોઈ હંમેશા રહે છે. જ્યારે ચીનનું તિયનગોન્ગ-2 સ્પેસ સ્ટેશન કામ તો કરી રહ્યું છે, પરંતુ હંમેશા અંતરિક્ષયાત્રી હાજર નથી રહેતા.

    સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાથી ભારતને શું ફાયદો થશે?
    ભારત અંતરીક્ષની શક્તિઓમાં સામેલ થવા અંતરિક્ષ અનુસંધાન પર પૈસા ખર્ચ કરી રહ્યું છે. માનવામાં આવે છે કે, પરમાણુ બોમ્બની અધિકાંશ દેશો પાસે ઉપલબ્ધતા અને તેની મોટી સંખ્યામાં માણસોને મારવાની ક્ષમતાના કારણે આગામી સમયમાં મોટી શક્તિઓ પરમાણુ બોમ્બનો પ્રયોગ કરવાથી બચશે.

    અંતરીક્ષ રણક્ષેત્ર બનશે તો, ભારત હશે મહાશક્તિ
    એવામાં અંતરિક્ષ અગામી રણક્ષેત્ર હોઈ શકે છે. જેથી ભારત પણ આ મામલામાં પોતાના વધતા કદના ચાલતા પાછળ નથી રહેવા માંગતુ. ચીન એકલો એવો દેશ છે જેણે એકલા સ્પેસ સેન્ટર સ્થાપિત કરી રાખ્યું છે. ભારત આ ક્રમમાં બીજુ હશે. આ સિવાય અગામી સમયમાં બીજા ગ્રહ પર વસવાની સંભાવના વિશે વારંવાર વિચાર ચાલી રહ્યો છે. ભારત પણ એવા કોઈ પ્રયોગમાં અન્ય તાકતોના મુકાબલે પાછળ રહેવા નથી માંગતુ. આ પણ આ પગલા પાછળનું એક મોટુ કારણ છે.

    ભારતીય સ્પેસ એજન્સી સારી કમાણી કરી શકે છે
    એટલું જ નહીં, અગામી દિવસોમાં દુનિયાભરમાં અંતરિક્ષ ટૂરિઝમનો ક્રેઝ પણ વધશે. અંતરિક્ષ યાત્રા સસ્તી હોવાની સાથે જ લોકો મોટી સંખ્યામાં અંતરિક્ષમાં જવા માંગશે. એવામાં ભારત આ દિશામાં પણ પોતાની સંભાવના જોઈ શકે છે અને વિદેશી અંતરીક્ષ એજન્સીઓની જગ્યાએ, ઓછા પૈસામાં લોકોને અંતરીક્ષનો પ્રવાસ કરાવી ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરો સારા પૈસા કમાઈ શકે છે.

    અંતરીક્ષમાં દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યું છે ભારત
    ભારતે આ પહેલા માર્ચમાં અંતરિક્ષમાં સેટેલાઈટને મારી પાડવાનું શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આ મિશનની સફળતાની સાથે જ ભારત દુનિયાના તે ગણતરીના દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયું હતું, જેમની પાસે મિસાઈલને અંતરિક્ષમાં મારી શકવાની તકનીક છે. અત્યાર સુધીમાં આ તાકાત માત્ર અમેરિકા, ચીન અને રશિયા પાસે જ હતી. પીએમ મોદીએ ખુદ આ મિશનની સફળતાની જાણકારી દેશવાસીઓને આપી હતી.
    Published by:kiran mehta
    First published: