'ગગનયાન' પહેલા ISRO અંતરિક્ષમાં મોકલશે મહિલા રૉબોટ, જાણો શું છે વ્યોમમિત્ર?

News18 Gujarati
Updated: January 22, 2020, 3:51 PM IST
'ગગનયાન' પહેલા ISRO અંતરિક્ષમાં મોકલશે મહિલા રૉબોટ, જાણો શું છે વ્યોમમિત્ર?
વ્યોમમિત્ર મલ્ટી ટાસ્કર હોવાથી એક સાથે અનેક કામ કરી શકવા સક્ષમ, બે ભાષાઓ પર પ્રભુત્વ

વ્યોમમિત્ર મલ્ટી ટાસ્કર હોવાથી એક સાથે અનેક કામ કરી શકવા સક્ષમ, બે ભાષાઓ પર પ્રભુત્વ

  • Share this:
બેંગલુરુ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આવાતા વર્ષે ડિસેમ્બરમાં મિશન ગગનગાન (Gaganyaan) શરૂ કરવા જઈ રહ્યું છે. દેશનું આ પહેલું માનવયુક્ત અંતરિક્ષ યાન મિશન હશે. આ મિશન પહેલા અંતરિક્ષની સ્થિતિને સમજવા માટે ઇસરો એક રૉબોટ (humanoid)ને મોકલશે, જે મહિલા જેવું દેખાતું હશે. ઇસરોએ તેને 'વ્યોમમિત્ર' (Vyommitra) નામ આપ્યું છે.

ઇસરોના ચીફ કે. સિવને બેંગલુરુમાં હ્યૂમન સ્પેસફ્લાઇટ એન્ડ એક્સપ્લોરેશન-ચેલેન્જિસ એન્ડ ફ્યૂચર ટ્રેન્ડ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ એલાન કર્યું. તેઓએ કહ્યું કે, ગગનયાન મિશન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ યાન મિશન હોવા ઉપરાંત અંતરિક્ષમાં નવા સ્પેસ સ્ટેશન બનાવવાન પ્રયાસો તરફ પહેલું પગલું પણ હશે.

શું છે વ્યોમમિત્રની ખાસિયતો?

>> ઈસરોના પ્રમુખ કે. સિવને જણાવ્યું કે, ગગનયાનમાં કોઈ પણ મહિલાને નથી મોકલવામાં આવવાની. તેથી વ્યોમમિત્રને એક મહિલાનું રૂપ આપીને મોકલવામાં આવી રહ્યો છે.
>> વ્યોમમિત્ર મલ્ટી ટાસ્કર છે. તે એક સાથે અનેક કામ કરી શકે છે.
>> વ્યોમમિત્ર બે ભાષાઓ બોલી શકે છે.
>> બીજી તરફ, ઇસરોના વૈજ્ઞાનિક સેમ દયાળે જણાવ્યું કે, તે એક માણસની જેમ કામ કરશે અને ગ્રાઉન્ડ સ્ટેશન પર રિપોર્ટ કરશે.

નોંધનીય છે કે, ઇસરો મિશન ગગનયાનને આવતા વર્ષ ડિસેમ્બર 2021માં લૉન્ચ કરવાનું છે. આ પહેલા ડિસેમ્બર 2020 અને જૂન 2021માં બે માનવરહિત મિશન લૉન્ચ થશે. ગગનયાનથી અંતરિક્ષ યાત્રા પર જવા માટે ચાર ભારતીય ટ્રેનિંગ લેવા ટૂંક સમયમાં રશિયા જવાના છે. આ સમગ્ર મિશનનો અંદાજિત ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા છે.

15 ઑગસ્ટે પીએમ મોદીએ મિશન ગગનયાનની કરી હતી જાહેરાત

15 ઑગસ્ટ 2018ના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના માધ્યમથી 2022માં કે તે પહેલા અંતરિક્ષમાં ભારતીય અંતરિક્ષ યાત્રી મોકલવાની જાહેરાત કરી હતી. લાલ કિલ્લાની પ્રાચીરથી તેઓએ કહ્યું હતું કે, જ્યારે ભારત 2022માં આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું હેશ, ભારત માતાનો કોઈ લાલ, તે દીકરો હશે કે દીકરી તિરંગો લઈને અંતરિક્ષમાં પ્રસ્થાન કરશે.

જોકે, ઇસરો ઘણા લાંબા સયમથી આ કામ માટે પોતાના તરફથી લાગેલું છે. પરંતુ વડાપ્રધાનની ઘોષણાએ સમાનવીય અંતરિક્ષ ઉડાનની એક નિશ્ચિત સમય સીમા નક્કી કરી દીધી છે.

આ પણ વાંચો, સેલ્સ ટાર્ગેટ પૂરા ન કર્યા તો અધિકારીઓને ઘૂંટણીયે ચાલવાની ફટકારી સજા
First published: January 22, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading