ISROએ રચ્યો ઇતિહાસ, દેશનો સૌથી તાકાતવાર સંચાર ઉપગ્રહ GSAT-30 લૉંચ કર્યો

News18 Gujarati
Updated: January 17, 2020, 8:27 AM IST
ISROએ રચ્યો ઇતિહાસ, દેશનો સૌથી તાકાતવાર સંચાર ઉપગ્રહ GSAT-30 લૉંચ કર્યો
દેશનો સૌથી તાકાતવાર સંચાર ઉપગ્રહ.

જીસેટ-30 ઇનસેટ-4A ની જગ્યા લેશે, તેની કવરેજ ક્ષમતા ખૂબ વધારે હશે. ઇનસેટ-4Aને વર્ષ 2005માં લૉંચ કરવામાં આવ્યો હતો. જેનું વજન 3357 કિલોગ્રામ છે.

  • Share this:
બેંગલુરુ : ઇસરો (Indian Space Research Organisation)એ શુક્રવારે વહેલી સવારે યૂરોપીય અંતરિક્ષ એજન્સી ખાતેથી એરિયન-5 લોન્ચિંગ રૉકેટથી સંચાર ઉપગ્રહ જીસેટ-30ને લૉંચ કર્યો છે. ભારતીય સમય પ્રમાણે બે વાગીને 35 મિનિટ પર જીસેટ-30ને એરિયન-5 વડે રવાના કરવામાં આવ્યો હતો.

જીસેટ-30 ઇનસેટ-4એનું સ્થાન લેશે. તેની કવરેજ ક્ષમતા ખૂબ વધારે હશે. ઇનસેટ-7એને વર્ષ 2005માં લૉંચ કરવામાં આવ્યો હતો. તેનું વજન 3357 કિલોગ્રામ છે. આ ઉપગ્રહ કેયૂ બેન્ડમાં ભારતની મુખ્ય જમીન અને ટાપુઓને, સી બેન્ડમાં ખાડીના દેશો અને મોટી સંખ્યામાં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ આપે છે. આ ભારતનો 24મો એવો સેટેલાઇટ છે જેને એરિયન સ્પેસના એરિયન રૉકેટથી લૉંચ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે 30 વર્ષના મિશન અવધી વાળો જેસેટ ઉપગ્રહ, ડીટીએચ, ટીવી અપલિન્કિંગ અને વીસેટ સેવાઓ માટેનો ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે. ઇસરોએ કહ્યુ કે જીસેટ-30ના સંચાર પેલોડને આ અંતરિક્ષ યાનમાં વધારેમાં વધારે ટ્રાન્સપોન્ડર લગાવવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં વીસેટ નોટવર્ક, ટેલીવિઝન અપલિન્કિંગ, ટેલીપોર્ટ સેવા, ડીએસએનજી (digital satellite news gathering), ડીટીએચ ટેલીવિઝન સેવા વગેરે માટે કરવામાં આવશે.
First published: January 17, 2020, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading