Home /News /national-international /ચંદ્રયાન : ISROએ કહ્યું કેમ ચંદ્ર પર છે કાળા ડાઘ?

ચંદ્રયાન : ISROએ કહ્યું કેમ ચંદ્ર પર છે કાળા ડાઘ?

ચંદ્રની સપાટીની તસવીર

ચંદ્રયાન 2ના ઑર્બિટરને ચંદ્રની સપાટીની બે તસવીરો મોકલી છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) હાલમાં ચંદ્રને લઇને નવી નવી જાણકારીઓ મેળવી રહ્યા છે. ઇસરોએ હાલમાં જ ચંદ્ર પર કાળા ડાઘ કેમ હોય છે તેનું કારણ જણાવ્યું છે. ચંદ્રયાન 2 (Chandrayaan 2) ના ઑર્બિટરને ચંદ્રની સપાટીની બે તસવીરો મોકલી છે. જે કલરફુલ છે. અને પહેલીવાર ચંદ્રની સપાટીની રંગીન તસવીરો સામે આવી છે. આ ફોટો દ્વારા જાણી શકાયું છે કે કેમ ચંદ્ર પર કાળા ડાઘ અને આટલા ખાડા છે!

ચંદ્રયાન 2 ઓર્બિટરથી લાગેલા ડુઅલ ફ્રિક્વેન્સી સિંથેટિક એપર્ચર રડાર (DF-SAR) આ તસવીરો લીધી છે. DF-SAR થી તે વાત પણ જાણવા મળી છે કે ચંદ્રની સપાટી પર ક્યાં ક્યાં ખાડા છે. અને ક્યાં પહાડ. અને ક્યાં સપાટ જમીન છે. આ ડિવાઇઝની મદદથી તે પણ જાણી શકાય છે કે કયા ખાડા ક્યારે બન્યા હશે. આ DF-SAR 2 મીટર ઊંચી કોઇ પણ વસ્તુની તસવીર લઇ શકે છે. અને આ તસવીરો સરળતાથી અને સ્પષ્ટ રીતે આવે છે. આ માટે DF-SARમાં બે પ્રકારની કિરણો નીકળે છે. આ કિરણા સપાટી પર અથડાય છે અને પછી પાછા આવતી વખતના આંકડાથી જાણી શકાય છે કે ચંદ્રની સપાટી પર શું છે?

ચંદ્ર


કેમ હોય છે ખાડા?
ISRO એ પોતાની અધિકૃત વેબસાઇટ પર ચંદ્ર પર કાળા ડાઘ અને ખાડાને લઇને વિસ્તારથી જાણકારી આપી છે. ઇસરોની વેબસાઇટ મુજબ ચંદ્રની સપાટી પર સામાન્ય પણે અલ્કાપિંડ, નાના ગ્રહ અને ધૂમકેતૂ અથડાય છે. અને હજારો વર્ષોથી અવિરતપણે આ પ્રક્રિયા થઇ રહી છે. જેના કારણે ચંદ્રની સપાટી પર આ ખાડા પડ્યા છે. DF-SAR થી મોકલેલી પહેલી તસવીરમાં કયો ખાડો ક્યારે બન્યો તે જાણી શકાય છે.



ઉલ્લેખનીય છે કે ISRO એ 22 જુલાઇના રોજ ચંદ્રયાન 2ની સફળ લૉન્ચિંગ કરી હતી. જેમાં 7 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવાનું હતું. જો કે સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. અને તે પછી ફરીથી સંપર્ક ના સાંધી શકાયો. હવે વિક્રમ હંમેશા માટે ચંદ્ર પર ખોવાઇ ચૂક્યો છે. જણાવી દઇએ કે ચંદ્રયાન 2ના ત્રણ ભાગ છે. ઑર્બિટર, વિક્રમ લેન્ડર અને રૉવર પ્રજ્ઞાન. લેન્ડરની અંદર રોવર પણ હતું. વિક્રમની સાથે સંપર્ક તૂટી ગયો છે. પણ ઑર્બિટર ચંદ્રની સપાટીની પરિક્રમા કરી રહ્યું છે. અને તે 1 વર્ષ સુધી ચંદ્રની વિવિધ તસવીરો આપણને મોકલતું રહેશે. જે દ્વારા આપણે ચંદ્ર વિષેની નવી નવી જાણકારીઓ મેળવી શકીશું.
First published:

Tags: Chandrayaan-2, ઇસરો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો