Home /News /national-international /

ISROના ચેરમેન સિવને કહ્યુ- ચંદ્રયાન 2એ સૌથી મોટો પડકાર પાર કર્યો

ISROના ચેરમેન સિવને કહ્યુ- ચંદ્રયાન 2એ સૌથી મોટો પડકાર પાર કર્યો

સિવને જણાવ્યું કે, આગામી મોટી ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે થશે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે

સિવને જણાવ્યું કે, આગામી મોટી ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે થશે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું ચંદ્રયાન-2 30 દિવસની સફર બાદ ચંદ્રની કક્ષા એટલે કે ઓર્બિટમાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે. ચંદ્રયાનના આ મુશ્કેલ ફેઝ પાર કરવા પર ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે, અંતરિક્ષ યાને આજે એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. આ સમગ્ર પ્રક્રિયા 30 મિનિટ સુધી ચાલી. તેને યોગ્ય રીતે નિયત ઓર્બિટમાં રાખવામાં આવ્યું. હવે તે 88 ડિગ્રીના ઝૂકાવ સાથે ચંદ્રની ચારે તરફ ચક્કર મારી રહ્યું છે. (ચંદ્રયાન-2એ પાર કર્યો સૌથી મુશ્કેલ ફેઝ, ચંદ્રની કક્ષામાં પ્રવેશ)

    ઓપરેશનના પડકારો વિશે સિવને જણાવ્યું કે, અપેક્ષિત વેગ (Expected Velocity)થી વધુ ઝડપ અંતરિક્ષ યાનને અંતિરક્ષના ઊંડાણમાં ઉછાળી દેતું, જ્યારે ધીમી ગતિથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ચંદ્રયાન-2ને પોતાની તરફ ખેંચી લેતું, જેના કારણે તે સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતું. એવામાં ચંદ્રયાન-2ની વેલોસિટી બિલકુલ યોગ્ય હોવી જોઈતી હતી અને ચંદ્ર પર ઊંચાઈ યોગ્ય હોવી જોઈએ. એન્ગલમાં એક નાની પણ ભૂલ મિશનને ખતમ કરી શકે છે.

    સિવને કહ્યું કે, 22 જુલાઈએ મિશનના લોન્ચ બાદ 5 અર્થ બાઉન્ડ ઓર્બિટ્સ થયા. જેમાં 14 ઓગસ્ટ બપોરે 2 વાગ્યે, રાત્રે 9 વાગ્યે, એક ખૂબ જ મહત્વપૂર્ણ મૈનૂવર થયું. 19 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાની આસપાસ ચંદ્રયાન મિશનની પાસે પહોંચી ગયું અને પછી તે ઓર્બિટમાં ગયું.

    સિવને જાણકારી આપી કે, આગામી મોટી ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે થશે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. 3 સપ્ટેમ્બરે આપણી પાસે લગભગ 3 સેકન્ડ માટે એક નાનું મૈનૂવર હશે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે લેન્ડરની સિસ્ટમ્સ સામાન્ય રીતે ચાલી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chandrayaan-2, K Sivan, Mission Moon, ઇસરો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन