ઇશરત કેસમાં IB અધિકારીઓને હત્યાના આરોપી બનાવવાની CBIની માંગ કેન્દ્રએ ફગાવી

નવી દિલ્હીઃ દેશની બે મોટી એજન્સીઓ સીબીઆઇ અને આઇબી વચ્ચે એકવાર ફરી ટકરાવ શરૂ થવાની દહેશત ઉભી થઇ છે. સીબીઆઇએ ઇશરત જહા એકાઉન્ટર મામલે આઇબીના ચાર પૂર્વ અધિકારીઓ પર હત્યાનો મામલો બનાવ્યો હતો. પરંતુ આજે કેન્દ્રએ સીબીઆઇના ખુફિયા વિભાગના અધિકારીઓને આરોપી બનાવવાની માંગને ફગાવી દીધી છે.

નવી દિલ્હીઃ દેશની બે મોટી એજન્સીઓ સીબીઆઇ અને આઇબી વચ્ચે એકવાર ફરી ટકરાવ શરૂ થવાની દહેશત ઉભી થઇ છે. સીબીઆઇએ ઇશરત જહા એકાઉન્ટર મામલે આઇબીના ચાર પૂર્વ અધિકારીઓ પર હત્યાનો મામલો બનાવ્યો હતો. પરંતુ આજે કેન્દ્રએ સીબીઆઇના ખુફિયા વિભાગના અધિકારીઓને આરોપી બનાવવાની માંગને ફગાવી દીધી છે.

  • Share this:
નવી દિલ્હી # દેશની બે મોટી એજન્સીઓ સીબીઆઇ અને આઇબી વચ્ચે એકવાર ફરી ટકરાવ શરૂ થવાની દહેશત ઉભી થઇ છે. સીબીઆઇએ ઇશરત જહા એકાઉન્ટર મામલે આઇબીના ચાર પૂર્વ અધિકારીઓ પર હત્યાનો મામલો બનાવ્યો હતો. પરંતુ આજે કેન્દ્રએ સીબીઆઇના ખુફિયા વિભાગના અધિકારીઓને આરોપી બનાવવાની માંગને ફગાવી દીધી છે.

અમદાવાદમાં 10 વર્ષ પહેલા થયેલા ઇશરત જહાના કથિત ફર્જી એકાઉન્ટર મામલે તપાસ એજન્સી સીબીઆઇએ આ અગાઉ એક આરોપ પત્ર દાખલ કર્યું હતું. સીબીઆઇએ આ મામલામાં તે સમયના આઇબીના સંયુક્ત નિર્દેશક રાજેન્દ્રકુમાર અને ત્રણ અન્ય અધિકારી પર હત્યા અને અપરાધીક સાજીસ રચવાનો આરોપ લગાવ્યો હતો.

રાજેન્દ્રકુમારની સાથે આ મામલામાં પી મિત્તલ, એમકે સિન્હા અને રાજીવ વાનખેડેને આરોપી બનાવાયા હતા. સીબીઆઇના આ આરોપપત્રમાં એન્કાઉન્ટર સમયે ગૃહ રાજ્યમંત્રી રહેલા બીજેપીના અધ્યક્ષ અમિત શાહનું નામ સામેલ કરાયું નથી. સીબીઆઇના આ આરોપપત્ર પછી સીબીઆઇ અને આઇબી વચ્ચે ખટરાગ વધુ તેજ બનવાની સંભાવના છે. તેનું કારણ એ છે કે, કાનુન મંત્રાલયની સહમતી વગર આઇબી અધિકારીઓના નામ આરોપપત્રમાં શામેલ કરાયા હતા.

રાજેન્દ્રકુમાર એક વર્ષ પહેલા જ આઇબીના સ્પેશલ ડાયરેક્ટર પદેથી રિટાયર્ડ થઇ ચુક્યા છે. સુત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, આરોપપત્રમાં એજેન્સીએ કોર્ટને એ પણ બતાવ્યું છે કે,19 વર્ષની ઇશરત જહાં આતંકવાદી ન હતી. ઇશરત જહા અને બીજા તેના 3 મિત્રો 2004માં અમદાવાદમાં પોલીસ સાથે થયેલી એક મુઠભેડમાં માર્યા ગયા છે. સીબીઆઇએ તેના પહેલા આરોપપત્રમાં સાત પોલીસ અધિકારીઓને હત્યાના આરોપી બનાવ્યા હતા.

વર્ષ 2004માં મુંબઇના બાન્દ્રા વિસ્તારની રહેવાસી ઇશરત અને લશ્કરના 3 કથિત સદસ્ય પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા. આ વખતે અમીત શાહ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા.

સીબીઆઇએ કહ્યું હતું કે, રાજેન્દ્રકુમારે ગુજરાત પોલીસના આરોપી અધિકારી ગીરીશ સિંઘલને હથિયારો સોપ્યા હતા. સિંધલે તેને તરૂણ બારોટ સુધી પહોંચાડ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ એન્કાઉન્ટર સમયે કરાયો હતો. ઇશરત એકાઉન્ટર સમયે કુમાર આઇબીના સંયુક્ત નિર્દેશક હતા.
First published: