Home /News /national-international /

ઈઝરાયલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, omicron સંકટને કારણે લીધો મહત્વનો નિર્ણય

ઈઝરાયલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, omicron સંકટને કારણે લીધો મહત્વનો નિર્ણય

ઈઝરાયેલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ (પ્રતિકાત્મક તસવીર AP)

Coronavirus New Variant: કોરોના વાયરસના (Coronavirus) નવા વેરિએન્ટને લઈને શુક્રવારે ઈઝરાયલેમાં મંત્રી મંડળની બેઠકમાં વડાપ્રધાન નફ્તાલી બેનેટએ કહ્યું કે, કોરોનાનું આ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. માટે સરકાર એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

વધુ જુઓ ...
    તેલ અવીવ: કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ને લઈને ઈઝરાય સરકારે તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમાચારો મળી રહ્યા છે કે, ઈઝરાયલે વિદેશથી આવનાર તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. શુક્રવારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી (Omicron variant) સંક્રમીત થયેલી પ્રથમ મહિલા મળી આવી હતી. અને ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવી રહેલા વિદેશી પ્રવાસીઓ (Foreign tourists) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસના શરૂઆતના કેસો સાઉથ આફ્રિકામાં (South Africa) જોવા મળ્યા હતા.

    ઈઝરાયલ આગામી 14 દિવસ માટે વિદેશી યાત્રીઓ પર લગાવશે પ્રતિબંધ

    AFP અનુસારા ઈઝરાયલે તમામ વિદેશી સીમાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બીબીસીના રિપોર્ટમાં સ્થાનિક મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલમાં આગામી 14 દિવસ સુધી વિદેશી યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે પ્રતિબંધો રવિવારે રાત્રીથી લાગુ કરવામાં આવી શકે છે. આ પહેલા અનેક દેશોએ સાઉથ આફ્રિકાથી આવી રહેલા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

    આ પણ વાંચો: Omicron: દ.આફ્રિકાથી ભારત આવેલા બે લોકો કોરોના પોઝિટિવ, હવે રિપોર્ટની રાહ

    ઈઝરાયલ વડાપ્રધાને કહ્યું કે, આ વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ વધારે જોખમી

    કોરોના વાયરસના નવા વેરિએન્ટની ચર્ચાઓને લઈને ઈઝરાયલમાં શુક્રવારે સરકારે મંત્રીમંડળની બેઠક બોલાવી હતી જેમાં વડાપ્રધાન નફ્તાલી બેનેટે કહ્યું કે, આ વેરિએન્ટ ખુબજ વધારે ઝડપથી સંક્રમીત થતો વાયરસ છે. આ વાયરસ ડેલ્ટા વાયરસ કરતા પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અધિકારી આ અંગેની માહિતી એકત્ર કરવામાં લાગી ગયા છે, કે શુ આ વાયરસ કોરોના વેક્સિન લીધેલા લોકો પર કેટલો જોખમી છે.

    આ પણ વાંચો: Omicron સામે ભારતની યુદ્ધના ધોરણે તૈયારીઓ, દરેક રાજ્યો એલર્ટ પર, PMએ કરી હાઈલેવલ બેઠક

    ઈઝરાયલે આફ્રિકી દેશોને રેડ એલર્ટની યાદીમાં મુક્યા

    તેમણે કહ્યું કે, આપણે અત્યારે આ સ્થિતિ સામે લડત આવી જરૂરી છે. તેમણે કહ્યું કે, હું તમામ લોકોને તૈયાર રહેલા માટે આહવાન કરુ છુ 24 કલાક કામ કરવા માટે કમર કસી લેવા માટે લોકોને કહ્યું હતું, સરકારે બાદમાં કહ્યું કે, તમામ આફ્રિકી દેશોને રેડ દેશોની યાદીમાં મુકી દેવામાં આવ્યા છે, ત્યાના વિદેશી નાગરિકોની ઈઝરાયલ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે ઈઝરાયલના નાગરિકોએ આ દેશોની યાત્રા કરી તો તેમણે નક્કી કરેલા સમય સુધી કોરેન્ટીનમાં રહેવું જરૂરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ccoronavirus, Israel, Omicron, Travel Advisory

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन