ઇઝરાયલના વૈજ્ઞાનિકે કોરોના વાયરસની વેક્સીન માટે પેટન્ટ મેળવી

ઇઝરાયલના વૈજ્ઞાનિકે કોરોના વાયરસની વેક્સીન માટે પેટન્ટ મેળવી
ઇઝરાયલના વૈજ્ઞાનિકે કોરોના વાયરસની વેક્સીન માટે પેટન્ટ મેળવી

મળેલી જાણકારી પ્રમાણે આ વેક્સીન કોરોના વાયરસની સંરચના પર સીધો પ્રહાર કરીને તેને નિષ્ક્રીય કરવા સક્ષમ છે

 • Share this:
  તેલ અવીવ : ઇઝરાયલના (Israel) તેલ અવીવ (Tel Aviv)વિશ્વવિદ્યાલયમાં કાર્યરત એક વૈજ્ઞાનિકે કોરોના પરિવાર (Coronavirus)ના વાયરસો માટે વેક્સીન ડિઝાઇનની પેટન્ટ મેળવી લીધી છે. તેલ અવીવ યુનિવર્સિટીએ એક નિવેદન જાહેર કરીને બતાવ્યું કે આ પેટેંટક યુનાઇટેડ સ્ટેટ્સ પેટેન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસે આપી છે. મળેલી જાણકારી પ્રમાણે આ વેક્સીન કોરોના વાયરસ (Covid19)ની સંરચના પર સીધો પ્રહાર કરીને તેને નિષ્ક્રીય કરવા સક્ષમ છે.

  તમને જણાવી દઈએ કે વિશ્વવિદ્યાલયના જોર્જ એસ વાઇજ ફેકલ્ટી ઓફ લાઇફ સાયન્સેસ સ્કૂલમાં મોલિક્યૂલર સેલ બાયોલોજી એન્ડ બાયોટેકનોલોજીના પ્રોફેસર જોનાથન ગરશોનીએ આ રસીનો પ્રસ્તાવ કર્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે દવાના વિકાસમાં હજુ ઘણા મહિના લાગી શકે છે. આ પછી તેના ક્લિનિકલ ટ્રાયલ ચરણ શરુ થશે. જોકે WHOએ પણ આશંકા વ્યક્ત કરી છે કે હાલ જાનલેવા કોરોના વાયરસની સારવાર માટે કોઈ કારગર વેક્સીનના વિકસિત થવાની કોઈ સંભાવના નથી.  આ પણ વાંચો - પોલીસને જોઈને બીકના માર્યા ખેડૂતનું ટ્રેક્ટર બંધ થયું, સુલ્તાનપુરના SPએ ધક્કો મારી સ્ટાર્ટ કર્યું

  ગરશોનીએ જણાવ્યું હતું કે શોધથી જાણ થઈ છે કે વાયરસ પહેલા માનવ શરીરની કોશિકાના પ્રોટીન સાથે સંબંધ સ્થાપિત કરે છે અને આ પછી કોશિકાના બહારના પરતને ભેદીને તેની અંદર દાખલ થાય છે. આ પછી તે કોશિકાને સંક્રમિત કરવાનું શરુ કરી નાખે છે. આવું શરીરની લાખો કોશિકાઓમાં થાય છે. ઉલ્લેખનીય છે કે ગરશોની કોરોના ફેમિલીના વાયરસ પર છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા છે. તેમણે સાર્સ અને મર્સ વાયરસ પણ ઘણી રિસર્સ કરી છે.

  જોકે WHOના વિશેષ દૂક ડેવિડ નેબરોએ જણાવ્યું છે કે એ વાતની કોઈ ગેરન્ટી નથી કે આવનાર મહીનામાં જાનલેવા વાયરસને ખતમ કરનારી કોઈ વેક્સીન સફળતાપૂર્વક વિકસિત કરી લેવામાં આવે. નામચીન સંક્રામક રોગ વિશેષજ્ઞનું માનવું છે કે લોકોએ વાયરસના ખતરા સાથે જીવવાની આદત પાડવી પડશે. બચાવના ઉપાયોને કોઈપણ સ્થિતિમાં પોતાની દિનચર્યાનો ભાગ બનાવવા પડશે.
  First published:April 20, 2020, 15:54 pm

  टॉप स्टोरीज