ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, જલ્દી કરી શકે છે જાહેરાત

News18 Gujarati
Updated: March 12, 2020, 10:38 PM IST
ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, જલ્દી કરી શકે છે જાહેરાત
ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, જલ્દી કરી શકે છે જાહેરાત

ઇઝરાઇલના મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે જે લોકોને રાહત આપી શકે છે

  • Share this:
યરુશલમ : ઇઝરાઇલના મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે જે લોકોને રાહત આપી શકે છે. અહીંના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ (Coronavirus)ના ટીકા વિકસિત કરી લીધા છે. ખબર પ્રમાણે ઇઝરાયલના વૈજ્ઞાનિક જલ્દી તેની જાહેરાત પણ કરી શકે છે. આ વેક્સીન પ્રધાનમંત્રી કાર્યાલયના નિર્દેશો પર પર વિકસિત કરવામાં આવી છે અને તેની અસર ઘણી સકારાત્મક રહી છે.

ઇઝરાઇલના અખબાર હારેજે મેડિકલ સૂત્રોના હવાલાથી ગુરુવારે સમાચાર આપ્યા છે કે પ્રધાનમંત્રી કાર્યાલય અંતર્ગત આવનાર ઇંસ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચે હાલમાં જ આ વિષાણુની જૈવિક કાર્યપ્રણાલી અને તેની વિશેષતાએ સમજવામાં એક મહત્વપૂર્ણ ઉપલબદ્ધિ મેળવી છે. અખબારના મતે આ ટીકાનો ઉપયોગ પ્રભાવી અને સુરક્ષિત સમજતા પહેલા વિકાસ પ્રક્રિયા અંતર્ગત તેના પર ઘણા પરીક્ષણ કરવા પડશે, જેમાં મહિના લાગી શકે છે.

આ પણ વાંચો - PM મોદીએ કહ્યું - મંત્રી હાલ નહીં કરે વિદેશ યાત્રા, કોરોનાથી ગભરાશો નહીં

જોકે રક્ષા મંત્રાલયે આ અખબાર દ્વારા સવાલ કરવા કરવા પર તેની પૃષ્ટી કરી નથી. રક્ષા મંત્રાલયના હારેજે કહ્યું હતું કે કોરોના વાયરસ માટે એક ટીકા કે પરીક્ષણ કિટ્સના વિકાસના સંદર્ભમાં આ બાયોલોજિકલ ઇંસ્ટીટ્યૂટના પ્રયત્નમાં કોઈ ઉપલબ્ધિ મેળવી નથી. સંસ્થાનનું કામકાજ વ્યવસ્થિત કાર્યયોજના પ્રમાણે ચાલે છે અને તેમાં સમય લાગશે. જો જ્યારે પણ કશું બતાવવા લાયક હશે નિશ્ચિત વ્યવસ્થા અંતર્ગત આમ કરવામાં આવશે. આ પહેલા પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂએ સંસ્થાનને એક ફેબ્રુઆરીએ કોવિડ-19નો ટીકા વિકસિત કરવા માટે સંશાધનને કહ્યું હતું.
First published: March 12, 2020, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading