ઈઝરાયલે ગાજા પર કરી એર સ્ટ્રાઈક, 100 ઠેકાણાં પર ફેંકી મિસાઈલ

ઈઝરાયલના વિમાનોએ હમાસની સુરક્ષા ચોકિયો પર બોમ્બ મારો કર્યો. ઈઝરાયલી સેનાએ પણ આની પુષ્ટી કરી

News18 Gujarati
Updated: March 15, 2019, 7:09 PM IST
ઈઝરાયલે ગાજા પર કરી એર સ્ટ્રાઈક, 100 ઠેકાણાં પર ફેંકી મિસાઈલ
હવે ભારતના પરમ મિત્રએ કરી એર સ્ટ્રાઈક, ગાજાના 100 ઠેકાણા પર કરી એર સ્ટ્રાઈક
News18 Gujarati
Updated: March 15, 2019, 7:09 PM IST
ઈઝરાયલની સેનાએ ગાજામાં 100 ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી દીધી છે. ઈઝરાયલે આ કાર્યવાહી તેની રાજધાની તેલ અવીવ પર થયેલા 4 રોકેટ હુમલા બાદ કરી છે. જોકે, આમાંથી 3 મિસાઈલની રોકેટ ડિફેન્સ સિસ્ટમે પાડી દીધી.

AFPના સમાચાર અનુસાર, ઈઝરાયલના વિમાનોએ હમાસની સુરક્ષા ચોકિયો પર બોમ્બ મારો કર્યો. ઈઝરાયલી સેનાએ પણ આની પુષ્ટી કરી છે. ઈઝરાયલી સેનાનો દાવો છે કે, તેમણે હમાસના 100 મિલેટ્રી ટોર્ગેટ પર હુમલો કર્યો છે.

ઈઝરાયલી સેનાએ જાણકારી આપી છે કે, એર સ્ટ્રાઈક દક્ષિણી ગાજાના ખાન યુનિસ વિસ્તારમાં થઈ, જે ગાજા સિટીથી 25 કિમી દૂર દક્ષિણમાં છે.

તમને જણાવી દઈએ કે, ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર 2014 બાદ પહેલી વખત રોકેટ હુમલો થયો અને 9 એપ્રિલે ઈઝરાયલમાં ચૂંટણી પણ છે, ત્યારબાદ ઈઝરાયલી સેનાએ આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પણ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં 200થી વધારે આતંકી ઠાર થયા હતા.આ હુમલામાં કેટલાએ એવા હથિયારોનો ઉપયોગ થયો હતો જે ઈઝરાયલ પાસેથી ખરીદવામાં આવ્યા છે. હાલમાં જ રક્ષા મંત્રાલયે 54 ઈઝરાયલી HAROP ડ્રોનની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. ત્યારબાદથી બંને દેશના સંબંધમાં વધારે સુધારો થયો છે, જેને લઈ ભારતનું મનોબળ પણ વધ્યું છે.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर