Home /News /national-international /દિલ્હી એમ્બેસી પાસે IED ધમાકાને આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે ઇઝરાયેલ

દિલ્હી એમ્બેસી પાસે IED ધમાકાને આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે ઇઝરાયેલ

તસવીર - એએનઆઈ

વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ઇઝરાયેલના વિદેશ મંત્રી ગબી અશકેનજી સાથે વાત કરી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ સ્થિત ઇઝરાયેલ દૂતાવાસની નજીક શુક્રવારે સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટને ઇઝરાયેલ આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સે એક ઇઝરાયેલી અધિકારી હવાલાથી આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસના મતે લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર શુક્રવારે સાંજે નજીવો આઈઈડી વિસ્ફોટ થયો છે. ઘટનામાં કોઈ હતાહત થવાના સમાચાર નથી.

દિલ્હી પોલીસના અતિરિક્ત જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું કે ઘણી ઓછી ક્ષમતાનો આઈઇડી વિસ્ફોટ થયો છે. ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. નજીકમાં રહેલા ત્રણ વાહનોના કાચને છોડીને કોઈ સંપત્તિને નુકસાન પણ થયું નથી. પ્રારંભિક તપાસ પછી એવું માલુમ થાય છે કે કોઈએ સનસની ઉભી કરવા માટે આ શરારત કરી છે. ઘટનાસ્થળની થોડે જ દૂર બીટિંગ રિટ્રીટ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો - દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ બહાર બ્લાસ્ટ, દેશભરમાં એલર્ટ

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે નવી દિલ્હીમાં દૂતાવાસની બહાર વિસ્ફોટ પછી તેમના બધા રાજનયિક અને દૂતાવાસના કર્મચારી સુરક્ષિત અને સકુશળ છે. ભારતીય અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છે.
" isDesktop="true" id="1068026" >

વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ઇઝરાયેલના વિદેશ મંત્રી ગબી અશકેનજી સાથે વાત કરી છે. એસ જયશંકરે કહ્યું કે આ ઘટનાથી ગંભીરતાથી લેવામાં આવી છે. તેમણે આશ્વસ્ત કર્યા છે કે દૂતાવાસની બહાર વિસ્ફોટ પછી ઇઝરાયેલના રાજનયિકો, મિશનની પૂરી સુરક્ષા કરવામાં આવશે.
First published:

Tags: IED blast, Israel, Israeli embassy, આતંકી, દિલ્હી

विज्ञापन