Home /News /national-international /

Knowledge: ઇઝરાયેલ પાસે છે આ ખતરનાક આયર્ન બીમ લેઝર મિસાઈલ સિસ્ટમ, આ રીતે કરે છે કામ

Knowledge: ઇઝરાયેલ પાસે છે આ ખતરનાક આયર્ન બીમ લેઝર મિસાઈલ સિસ્ટમ, આ રીતે કરે છે કામ

આયર્ન બીમ એન્ટી-મિસાઇલ બેટરી આ પ્રકારની દેખાઈ શકે છે. (ફોટો- ANI online)

Israel Iron Beam: ઇઝરાયેલ (Israel)ની લેઝર આધારિત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન બીમ’એ મોર્ટાર, રોકેટ અને એન્ટી ટેન્ક મિસાઇલોને એક જ પ્રહારમાં નષ્ટ કરી દીધી. આવો જાણીએ શું છે આયર્ન ડોમ અને તે કઈ રીતે કામ કરે છે.

    Israel Iron Beam: તેલ અવીવ. આયર્ન ડોમથી લઈને ઘાતક ડ્રોન બનાવનારા ઇઝરાયેલે (Israel) દુનિયામાં પહેલી વખત લેઝર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું નામ ‘આયર્ન બીમ’ (Iron Beam) આપવામાં આવ્યું છે. આ લેઝર આધારિત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે મોર્ટાર, રોકેટ અને એન્ટી ટેન્ક મિસાઇલોને એક જ પ્રહારમાં નષ્ટ કરી દીધી.

    ઇઝરાયેલનું કહેવું છે કે તેની આયર્ન ડોમ સિસ્ટમ બહુ સફળ રહી અને તેણે 90 ટકા રોકેટ હુમલાને નષ્ટ કરી નાખ્યા. જો કે, અધિકારીઓએ કહ્યું કે આ સિસ્ટમ ખૂબ મોંઘી છે. વડાપ્રધાન નફ્તાલી બેનેટે કહ્યું હતું કે ગાઝાથી માત્ર થોડા ડોલરના રોકેટ લોન્ચ કરી શકાય છે. આયર્ન ડોમમાંથી તેને નષ્ટ કરવા માટે અમને હજારો ડોલર ખર્ચવા પડશે.

    આ પણ વાંચો: ચંદ્રના આ સેમ્પલ્સની થશે હરાજી, નીલ આર્મસ્ટ્રોંગે પહેલા મિશન પર કર્યા હતા કલેક્ટ

    ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે નવી સિસ્ટમે રોકેટ, મોર્ટાર અને ડ્રોનનો સફળતાપૂર્વક નાશ કર્યો છે. જો કે, આ વીડિયોને એડિટ પણ કરવામાં આવ્યો છે અને તેમાં બતાવવામાં આવ્યું છે કે જમીન પર તૈનાત સિસ્ટમમાંથી લેસર બીમ નીકળે છે અને તે હવામાં તેના ટાર્ગેટને નષ્ટ કરે છે.

    આવો જાણીએ શું છે આયર્ન ડોમ અને તે કઈ રીતે કામ કરે છે...

    શું છે આયર્ન ડોમ?
    - 'આયર્ન ડોમ' એક મોબાઈલ એર ડિફેન્સ સિસ્ટમ છે.
    - તેને ઇઝરાયેલની સરકારી સંરક્ષણ એજન્સી 'રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ' દ્વારા ડેવલપ કરવામાં આવી છે.
    - તેને ડિફેન્સ મિસાઈલ બેટરી પણ કહેવામાં આવે છે. સમગ્ર ઇઝરાયેલમાં આવી સાત ડિફેન્સ મિસાઇલ બેટરી લગાવવામાં આવી છે.
    - દરેક બેટરી ઇન્ટરસેપ્ટ મિસાઇલ ક્ષમતાથી સજ્જ છે. તેને સુરક્ષિત વાયરલેસ કનેક્શનથી ઓપરેટ કરવામાં આવે છે.
    - આયર્ન ડોમમાં એક રડાર યુનિટ, મિસાઈલ કંટ્રોલ યુનિટ અને કેટલાક લોન્ચર્સનો સમાવેશ થાય છે.
    - આ સંરક્ષણ પ્રણાલી દરેક હવામાનમાં કામ કરવા સક્ષમ છે. જણાવી દઈએ કે 70 કિમીની ત્રિજ્યામાં આયર્ન ડોમમાંથી નીકળતી એન્ટી મિસાઈલ હમાસ રોકેટને હવામાં નષ્ટ કરી દે છે.

    આ પણ વાંચો: અવકાશના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવશે ઇસરોનું આ નવું પ્રક્ષેપણ યાન

    આ રીતે કરે છે કામ

    - સૌથી પહેલા આયર્ન ડોમ સિસ્ટમ રોકેટની ઓળખ કરે છે.
    - આ પછી રેન્જ અને ટાર્ગેટ પર લેવામાં આવેલા ક્ષેત્રની દિશાની તપાસ કરે છે.
    - આ પછી વોર્નિંગ સાયરન વગાડવામાં આવે છે. સાયરન પછી સ્થાનિક લોકો પાસે સલામત સ્થળે જવા માટે 30થી 90 સેકન્ડનો સમય હોય છે.
    - આ પછી, નુકસાનનો અંદાજ લગાવીને આયર્ન ડોમ ઓપરેટર્સ કાઉન્ટર મિસાઇલ લોન્ચ કરે છે અને રોકેટને હવામાં નષ્ટ કરે છે.

    'આયર્ન ડોમ'નો વિચાર કેવી રીતે આવ્યો?

    2006માં ઈઝરાયેલ-લેબનોન યુદ્ધ દરમિયાન 4000 રોકેટ ઉત્તરી ઇઝરાયેલ પર છોડવામાં આવ્યા હતા. 2000 અને 2007માં ગાઝાથી દક્ષિણ ઇઝરાયેલ પર પણ 4000 રોકેટ હુમલા થયા હતા. સતત હુમલાઓથી બચવા માટે ઇઝરાયેલને એવી ટેકનિકનો વિચાર આવ્યો, જેમાં રોકેટ હુમલાને શોધીને તેને નિષ્ફળ બનાવી શકાય.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Defence, Explained, Israel, Know about, Missile, World News in gujarati

    આગામી સમાચાર