Home /News /national-international /

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતિ, બંને બાજુ બોમ્બમારો

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતિ, બંને બાજુ બોમ્બમારો

    છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એકબીજા પર બોમ્બિંગ કરી રહ્યા છે. ઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે 5 સેકન્ડમાં 2 વિસ્ફોટ કર્યા હજુ સુધી મૃતકોની સંખ્યા સામે આવી નથી. મળતી માહિતી પ્રમાણે, હુમલો એ સમયે થયો હતો જ્યારે વોશિંગ્ટનમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ રહી હતી. ઇઝરાયલી હુમલા અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમણે આત્મરક્ષાનો અધિકાર છે.આ પહેલા સોમવારે પેલેસ્ટાઈને તેલ અવીવમાં રોકેટથી હુમલો કર્યો તો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા.

    જવાબી કાર્યવાહી બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે, ઇઝરાયલે પેલેસ્ટાઈન હુમલાનો યોગ્ય અને બળપૂર્વક જવાબ આપ્યો. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને દેશ પરત ફરશે. તેમણે પ્રો-ઇઝરાયલ લોબી AIPACની વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ મહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો

    ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ ગાઝા ખાતેથી તેલ અવીવ પર 2 રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્યારે ગાઝા મોટા ભાગે નિયંત્રણ કરતા હમાસ આતંકી જુથે ભૂલથી રોકેટ લોન્ચ થઈ ગયા હોવાની વાત કરી હતી. જો કે આ હુમલામાં કોઈ ઘાયલ થયુ ન હતું. ત્યારબાદ ઈઝરાયલ દ્વારા ગાઝા પર એક ડઝનથી વધારે રોકેટનો વરસાદ કરવામા આવ્યો હતો. જેમા ચાર લોકો ઘાયલ થયા હતા.

    ગાઝાના સુરક્ષાબળો પ્રમાણે, ઇઝરાયલ દ્વારા ઘણી જગ્યાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ગાઝા શહેરમાં એક ઈમારતેને ધ્વસ્ત કરવામાં આવી હતી. ઇઝરાયેલનો આરોપ છે કે તે ઈમારતમાં હમાસનું સિક્યોરીટી અને ઈન્ટેલિજેન્સનું ગુપ્ત કાર્યાલય હતું. ગાઝાના લોકોનાં જણાવ્યા પ્રમાણે ઈમારત હમાસ સાથે સંબંધિત મુલ્તસિમ ઈન્સ્યોરન્સ કંપનીની હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gaza, Hamas, Hamas targets, Israel strikes, Rocket attack

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन