Good News: ઈઝરાયલે ભારતમાં 4 ટેકનિક પર શરૂ કર્યું ટ્રાયલ, 30 સેકન્ડમાં મળી જશે Corona રિપોર્ટ!

News18 Gujarati
Updated: August 1, 2020, 9:50 PM IST
Good News: ઈઝરાયલે ભારતમાં 4 ટેકનિક પર શરૂ કર્યું ટ્રાયલ, 30 સેકન્ડમાં મળી જશે Corona રિપોર્ટ!
પ્રતિકાત્મક તસવીર

ઈઝરાયલ વૈજ્ઞાનિક 30 સેકન્ડમાં કોરોના વાયરસ સંક્રમણની ઓળખ કરવા માટે રામ મનોહર લોહિયામાં ચાર ટેકનિકનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : ભારત સાથે મળી કોરોના વાયરસની તપાસ માટે રેપિડ ટેસ્ટ કિટ વિકસીત કરી રહેલા ઈઝરાયલ વૈજ્ઞાનીકોની ટીમે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ટ્રાયલ શરૂ કરી દીધુ છે. ટ્રાયલ સફળ રહ્યું તો, માત્ર 30 સેકન્ડમાં કોરોના રિપોર્ટ મેળવી શકાશે. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ વૈજ્ઞાનિક 30 સેકન્ડમાં કોરોના વાયરસ સંક્રમણની ઓળખ કરવા માટે રામ મનોહર લોહિયામાં ચાર ટેકનિકનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણની ઓળખ કરવા માટે અપનાવવામાં આવી રહેલી નવી ટેકનિકના ટ્રાયલમાં 10 હજાર લોકોનો બે વખત ટેસ્ટ કરવામાં આવશે. પહેલી વખતમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ મોલિક્યુલર આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઈઝરાયલી વૈજ્ઞાનિક આ ટેસ્ટની તપાસ કરશે. આ સિવાય સ્વેબ સેમ્પલ સંગ્રહ ટેકનિકથી અલગ આ ટેસ્ટમાં લોકોએ શ્વાસનળી જેવા ઉપકરણને ઝટકો આપવો પડશે અથવા બોલવું પડશે, જે ટેસ્ટ માટે નમૂનો હાશિલ કરવામાં મદદગાર સાબિત થશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આ ટ્રાયલ સફળ રહ્યું તો, આનાથી માત્ર 30 સેકન્ડમાં કોરોનાનો રિપોર્ટ મળી જશે, સાથે આ પ્રદ્યોગિક વ્યવસાયો માટે સુરક્ષિત માર્ગ પમ બનાવવામાં મદદ કરી શકે છે. આ ટેકનીકના સફળ પરીક્ષણ બાદ જ્યાં સુધી વેક્સીન વિકસીત નથી થઈ જતી, ત્યાં સુધી લોકો કોરોના વાયરસ સાથે જીવવા માટે સક્ષમ થઈ શકશે. તમને જણાવી દઈએ કે, આરએમએલ હોસ્પિટલમાં તેનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આશા છે કે, આગામી થોડા દિવસમાં તેનું પરિણામ આવી શકે છે.

આ પણ વાંચોહેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ? સરકાર કરશે અંતિમ નિર્ણય

અભિયાનને ઓપરેશન બ્રેથિંગ સ્પેસ નામ આપવામાં આવ્યું
વિશેષ વિમાનથી ઘણા ઉન્નત વેન્ટીલેટર પણ સોમવારે ભારત પહોંચી ગયા હતા. આ અભિયાનને ઓપરેશન બ્રેથિંગ સ્પેસ નામ આપવામાં આવ્યું છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયમાં એશિયા અને પ્રશાંત માટે ઉપમહાનિર્દેશક ગિલેડ કોહેને ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં પ્રકાશિત એક લેખમાં કહ્યું કે, ઈજરાયલે આ વેન્ટીલેટરના નિકાસ અને મોકલવાને મંજૂરી આપવા માટે વિશેષ પ્રયાસ કર્યા. સાથે બંને દેશ વાયરસના પ્રસારને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલકાએ કહ્યું કે, જો તપાસની કીટ વિકસીત થઈ જાય છે તો, તે થોડી જ સેકન્ડમાં રિપોર્ટ આપી દેશે, અને તે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં ખુબ જ મહત્વપૂર્મ ભૂમિકા નિભાવી શકે છે.

ડીઆરડીઓ સાથે મળી ઈઝરાયલ વૈજ્ઞાનિક કરી રહ્યા છે કામ
ઈઝરાયલ દૂતાવાસે ગત અઠવાડીએ કહ્યું હતું કે ઈઝરાયલી રક્ષામંત્રાલયના અનુસંધાન અને વિકાસ ટીમ કોવિડ-19 રેપિડ તપાસ કિટ વિકસીત કરવા માટે ભારતના મુખ્ય વૈજ્ઞાનિક કે. વિજય રાઘવન અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) સાથે મળીને કામ કરી રહી છે. તેની તપાસનું પરિણામ 30 સેકન્ડથી ઓછા સમયમાં આવી શકે છે. ઈઝરાયલના રક્ષા મંત્રાલયમાં ડાયરેક્ટરેટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમ પોતાના ભારતીય સમકક્ષો સાથે મળીને કેટલાક રેપિડ સારવાર સમાધાનોની પ્રભાવશિલતાની ઓળખ કરવા માટે અંતિમ તબક્કાનું પરિક્ષણ કરશે.
Published by: kiran mehta
First published: August 1, 2020, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading