ફેસબૂકે ઇઝરાયેલનાં વડાપ્રધાનનાં દિકરાનું એકાઉન્ટ કેમ બ્લોક કરી દીધુ ?

News18 Gujarati
Updated: December 17, 2018, 11:01 AM IST
ફેસબૂકે ઇઝરાયેલનાં વડાપ્રધાનનાં દિકરાનું એકાઉન્ટ કેમ બ્લોક કરી દીધુ ?
ઇઝરાયેલનાં વડાપ્રધાન મોદી સાથે (ફાઇલ ફોટો)

ઝરાયેલાનાં વડાપ્રધાનનાં દિકરાએ ફેસબૂક પર લખ્યુ કે, ઇઝરાયેલામાં જેટલા મુસ્લિમો રહે છે તેમણે ઇઝરાયેલ છોડી દેવુ જોઇએ. શું તમને ખબર છે ક્યાં હુમલાઓ નથી થતા ? આઇસલેન્ડ અને જાપાનમાં હુમલાઓ નથી થતા. કેમ કે, ત્યાં મુસ્લિમો નથી રહેતા”.

  • Share this:
ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુનાં મોટા દિકરા યારનું એકાઉન્ટ ફેસબૂકે બ્લોક કરી દીધુ હતુ. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે તેના ફેસબૂક પેજ પર મુસ્લિમ વિરોધી લખાણ લખ્યુ હતુ. તેણે સોશિયલ મીડિયાને આપખુદશાહ કહ્યા હતા.

ઇઝરાયેલાનાં વડાપ્રધાનનાં દિકરાએ ફેસબૂક પર લખ્યુ કે, ઇઝરાયેલામાં જેટલા મુસ્લિમો રહે છે તેમણે ઇઝરાયેલ છોડી દેવુ જોઇએ. શું તમને ખબર છે ક્યાં હુમલાઓ નથી થતા ? આઇસલેન્ડ અને જાપાનમાં હુમલાઓ નથી થતા. કેમ કે, ત્યાં મુસ્લિમો નથી રહેતા”.

આ ઉપરાંત તેણે એમ પણ લખ્યુ કે, શાંતિ જાળવવા માટે બે ઉપાયો છે. ક્યાં તો બધા જ યહુદીઓ ઇઝરાયેલ છોડી દે અથવા બધા જ મુસ્લિમો ઇઝારેલ છોડીને જતા રહે. હું બીજો વિકલ્પ પસંદ કરીશ”

બે દિવસ પહેલા ઇઝરાયેલમાં આવેલા વેસ્ટ બેંક વિસ્તારમાં ઇઝરાયેલાનાં બે સૈનિકો માર્યા ગયા હતા.

યારની ફેસબૂક પોસ્ટ પરની આ પ્રકારની ટિપ્પણીને કારણે ફેસબૂકે આ પોસ્ટ ડિલિટ કરી નાંખી. ફેસબૂકે તેની પોસ્ટ ડિલિટ કરી નાંખતા યારે ટ્વીટર પર લીને ફેસબૂક પર બળાપો કાઢ્યો અને ફેસબૂક વિશે લખ્યુ કે, વિચારો પર આપખુદ શાહી છે”.

ઇઝરાયેલાનાં વડાપ્રધાનનાં દિકરાનાં આ પ્રકારનાં વર્તનને કારણે ઘણા લોકો તેમની ટીકા કરે છે અને કહે છે કે, તેમનો દિકરો કોઇ પણ પ્રકારનો હોદ્દો નથી ધરાવતો છતાં તેને બોડીગાર્ડ, ડ્રાઇવર અને અન્ય સુવિધાઓ મળે છે.લોકો એવો આરોપ કરે છે કે, વડાપ્રધાન તેમના દિકરાને ભવિષ્યમાં રાજકારણમાં લાવવા માંગે છે અને તેના માટે તેને તૈયાર કરે છે.
First published: December 17, 2018, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading