મુંબઈમાં બિઝનેસ લીડર્સને મળ્યા નેતન્યાહૂ, 26/11ના શહીદોને આપશે શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: January 18, 2018, 11:36 AM IST
મુંબઈમાં બિઝનેસ લીડર્સને મળ્યા નેતન્યાહૂ, 26/11ના શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
બિઝનેસ લીડર્સ સાથે નેતન્યાહૂ

મુલાકાત દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, 'ઇનોવેશન કરનારા લોકોનું જ ભવિષ્ય છે.

  • Share this:
મુંબઈઃ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. તેમની સાથે તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ છે. બુધવારે પીએમ મોદી સાથે તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ શુક્રવારે ઇઝરાયેલ જવા માટે રવાના થશે.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ગુરુવારે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'ઇનોવેશન કરનારા લોકોનું જ ભવિષ્ય છે. આપણી ફરજ છે કે તેમને પ્રોત્સાહિત કરીએ. ભારત અને ઇઝરાયેલની મિત્રતા કમાલ કરી રહી છે. મોદી સાથે મારે ગાઢ સંબંધ છે.' નેતન્યાહૂએ તાજ હોટલમાં સીઈઓ સાથે મુલાકાત કરી હતી. નેતન્યાહૂ સાથે મુલાકાત કરનાર લોકોમાં આનંદ મહિન્દ્રા, અજય પીરામલ, આદિ ગોદરેજ અને ચંદા કોચર સામેલ છે.

મુંબઈ મુલાકાત દરમિયાન નેતન્યાહૂ 26/11 હુમલામાં બચી જનાર મોશે સાથે નરીમન હાઉસમાં હુમલાના શહીદોનો શ્રદ્ધાંજલિ આપશે, તેમજ એક મેમોરિયલનું પણ ઉદ્ઘાટન કરશે. મોશે એ જ ઇઝરાયેલી બાળક છે જે મુંબઈ હુમલા વખતે અહીં હતો તેની આયાએ તેનો જીવ બચાવી લીધો હતો. હુમલામાં તેના માતાપિતાનું મોત થયું હતું. નેતન્યાહૂ પોતાની મુંબઈની મુલાકાત દરમિયાન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે પણ મુલાકાત કરશે.

બુધવારે ગુજરાતના મહેમાન બન્યા હતા નેતન્યાહૂ

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ તેમના પત્ની સારા સાથે બુધવારે ગુજરાતના અમદાવાદ શહેરના મહેમાન બન્યા હતા. મોદી સાથે તેમણે અહીં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો આઠ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન તેમણે ચરખો કાંત્યો હતો અને પતંગ પણ ઉડાવી હતી. બાદમાં મોદી અને નેતન્યાહૂએ બાવળા ખાતે આઈક્રિએટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ અહીં હાજર ગુજરાતના ઉદ્યોગપતિઓને સંબોધન પણ કર્યું હતું. બાવળા બાદ બંને નેતાઓએ સાબરકાંઠાના વદરાડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સેન્ટર ફોર એક્સલન્સ વેજિટેબલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
Published by: Vinod Zankhaliya
First published: January 18, 2018, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading