ઇઝરાયલમાં 12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત, નવા પ્રધાનમંત્રી બેનેટ સામે આવા છે પડકાર

બેન્જામિન નેતન્યાહુનો ફાઇળ ફોટો

નવી સરકારમાં 27 પ્રધાનો છે. જેમાં નવ મહિલાઓ છે. જુદી જુદી વિચારધારા ધરાવતા પક્ષોએ નવી સરકાર માટે જોડાણ બનાવ્યું છે.

  • Share this:
    ઇઝરાઇલમાં જમણેરી યમિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટે વડા પ્રધાનપદે શપથ લેતા જ બેન્જામિન નેતન્યાહુના 12 વર્ષના શાસનનો અંત આવ્યો છે. સત્તા પક્ષ સામે ગઠબંધન દ્વારા મતદાન થયું હતું. જમણેરી યમિના પાર્ટીના નફ્તાલી બેનેટે સંસદમાં બહુમતી પ્રાપ્ત કર્યા બાદ રવિવારે શપથ લીધા હતા. અગાઉ ઇઝરાઇલની 120 સભ્યોની સંસદ નેસેટમાં 60 સભ્યોએ તરફેણમાં જ્યારે 59 સભ્યોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. નવી સરકારમાં 27 પ્રધાનો છે જેમાંથી નવ મહિલાઓ છે. બેનેટ આગામી બે વર્ષ માટે વડાપ્રધાન પદે રહેશે. ત્યારબાદ ગઠબંધનનાં આર્કિટેક્ટ, સેન્ટ્રિસ્ટ યાયર લુપિડને સત્તા સોંપવામાં આવશે.

    લગભગ 12 વર્ષ સુધી ઇઝરાઇલ પર શાસન કરનાર બેન્જામિન નેતન્યાહૂ સતા બચાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પણ બચાવી શક્યા નહી. શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ નફતાલીએ જાહેરાત કરી હતી કે, તેઓ દેશમાં વિચારધારાના લોકો સાથે કામ કરશે.

    મહેસાણા: આ ખેડૂતએ પોતાની 2 એકર જમીન ગીરવે મૂકી દીકરાને ભણાવ્યો, દીકરાને મળ્યો IIMમાં પ્રવેશ

    સરકાર સામે પડકાર

    ઇઝરાયલમાં બેનેટ સરકારની સ્થિરતા માટે જોખમ આવશે તેવું માનવામાં આવે છે. નવી સરકારમાં 27 પ્રધાનો છે. જેમાં નવ મહિલાઓ છે. જુદી જુદી વિચારધારા ધરાવતા પક્ષોએ નવી સરકાર માટે જોડાણ બનાવ્યું છે. તેમાંથી જમણેરી, ડાબેરી, સેન્ટ્રિસ્ટ સાથે આરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો એક પક્ષ પણ છે. યશ એટીડ પાર્ટીના મિકી લેવીને સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટાવામાં આવ્યા છે.
    અગાઉ બેનેટે સંસદમાં સંબોધન દરમિયાન નવી સરકારમાં મંત્રીઓના નામની ઘોષણા કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂના ટેકેદારો દ્વારા તેને રોકવાનો પ્રયાસ થયો હતો. બેનેટે કહ્યું કે, જુદા જુદા મત ધરાવતા લોકો સાથે કામ કરશે તેનો મને ગર્વ છે.

    ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જરૂર પડે છે ત્યારે માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ



    અમેરિકાએ શુભેચ્છા પાઠવી

    આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બેનેટને શુભેચ્છા પાઠવી તેઓ તેમની સાથે કામ કરવા ઉત્સુક હોવાનું કહ્યું હતું. બાઇડને કહ્યું કે, અમેરિકાના લોકો તરફથી હું પ્રધાનમંત્રી બેનેટ અને વિદેશ મંત્રી યાઇર લોપીને શુભેચ્છા પાઠવું છું.
    First published: