ગાઝા સિટી. ઈઝરાયલ અને હમાસે ગુરુવારે સંઘર્ષવિરામ (Israel Hamas Ceasefire) માટે સહમત થઈ ગયા. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી (Gaza Strip)માં વિશાનના દૃશ્યો જોવા મળ્યા. મોટાભાગના ઈઝરાયલ (Israel)માં જીવન ઠપ થઈ ગયું અને 200થી વધુ લોકોનાં મોત થયા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં 11 દિવસ ચાલેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એક તરફી સંઘર્ષવિરામને મંજૂરી આપી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હુમલાઓને રોકવા માટે અમેરિકા (USA) તરફથી દબાણ ઊભું કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંઘર્ષવિરામની ઘોષણા પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે, તેમના સુરક્ષા મંત્રીમંડળે ઈઝરાયલના સૈન્ય પ્રમુખ અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષવિરામના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં મહત્વ્ પૂર્ણ ઉપલબ્ધિઓ પણ મળી છે ખૂબ જ અભૂતપૂર્વ છે. નિવેદન મુજબ, રાજકીય નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે વાસ્તવિક હકીકત ઓપરેશનનુ; ભવિષ્ય નક્કી કરશે. ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને હમાસ માટે ધમકી માનવામાં આવી રહ્યું છે.
ગાજા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 65 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 230 પેલેસ્ટાઇની લોકોનાં મોત થયા છે. બીજી તરફ, 1710 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે ઈઝરાયલમાં 5 વર્ષીય છોકરા અને 16 વર્ષીય કિશોરી સહિત 12 લોકોનાં મોત થયા હતા.
તેની સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ઈઝરાયલ-ગાઝા યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. બાઇડને યુદ્ધવિરામ માટે ઈઝરાયલના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે, અમેરિકાએ આતંકવાદી સમૂહોથી ખુદના બચાવ કરવા માટે ઈઝરાયલનું સમર્થન કર્યું. બાઇડને કહ્યું કે, તેમનું પ્રશાસન એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ભવિષ્ય માટે આઇરન ડોમ સિસ્ટમની પૂર્તિ કરવામાં આવે. બાઇડને કહ્યું કે, મારું માનવું છે કે આપણી પાસે આગળ વધવા માટે એક વાસ્તવિક અવસર છે, અને હું તેના માટે કામ કરવા પ્રતિબદ્ધ છું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર