ઈઝરાયલમાં અલગ-અલગ વિચાર ધરાવતી 8 પાર્ટીઓનું ગઠબંધન, શું ચાલશે નવી સરકાર?

નફ્તાલી બેનેટ ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી બનશે (Photo- news18 English via Reuters)

12 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેલા બેંજામિન નેતન્યાહૂનું શાસન ખતમ થઈ ગયું છે. નફ્તાલી બેનેટ ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી બનશે

  • Share this:
યરુશલમ : 12 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેલા બેંજામિન નેતન્યાહૂનું શાસન ખતમ થઈ ગયું છે. નફ્તાલી બેનેટ ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી બનશે. ઈઝરાયલના ઈતિહાસમાં નેતન્યાહૂ સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહીને દેશના સંસ્થાપક ડેવિડ બેન ગુરિયનનો રેકોર્ડ દીધો છે. ઈઝરાયલના વિપક્ષ દળોએ નેતન્યાહુને સત્તા પરથી હટાવવા માટે ગેમપ્લાન કર્યો છે. 120 સભ્યના સંસદ ‘નેસેટ’ના નેતન્યાહૂના વિરોધી દળના નેતાઓએ એક બાદ એક કરેલ બેઠક બાદ આ ઘોષણા કરવામાં આવી.

યેશ અતીદ પાર્ટીના નેતા યાઈર લાપિદે ઘોષણા કરી કે, રાજનીતિક ચર્ચા બાદ આઠ દળનું ગઠબંધન બનાવવામાં આવ્યું છે. રોટેશન પોલિસી હેઠળ યામિના પાર્ટીના નફ્તાલી બેનેટ પહેલા પ્રધાનમંત્રી હશે અને તે બાદ લાપિદ દેશના પ્રધાનમંત્રી હશે. નિષ્ણાંતો અનુસાર ગઠબંધનમાં અલગ અલગ વિચાર ધરાવતા લોકો છે. આ ગઠબંધન ચલાવવું સરળ નથી.

કેટલાક લોકો આ ગઠબંધનને ઐતિહાસિક માની રહ્યા છે કારણ કે, તેમાં અરબ પાર્ટી સામેલ છે. જેનાથી ઈઝરાયલમાં ચાલતા રાજનૈતિક પડકારો દૂર થશે. જેના કારણે ગયા બે વર્ષમાં નિર્ણાયક પરિણામ ના મળતા દેશમાં ચાર વાર ચૂંટણી કરવી પડતી હતી. લાપિદના ગઠબંધનમાં યેશ, અતીદ, કહોલ લાવન, લેબર, યામિના, ન્યૂ હોપ, મેરેટ્ઝ અને યૂનાઈટેડ અરબ લિસ્ટ જેવા રાજનૈતિક દળ શામેલ થશે.

આ પણ વાંચો - લેન્ડમાઈન્સ શોધી હજારો લોકોના જીવ બચાવનાર ખાસ ઉંદરને નિવૃત કરાયો, સન્માન કરાશે

ટાઈમ્સ ઓફ ઈઝરાયલે જણાવ્યું કે આ નિર્ણયના કારણે સરકારના શપથ ગ્રહણ પહેલા નેસેટના સભ્યોનો ઉત્સાહ ઠંડો પડવાની સંભાવના છે. ગુરુવારે બેનેટને પ્રધાનમંત્રીને અપાતી શિન બેટ સુરક્ષા આપવામાં આવી. જો આ સરકાર વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં સફળ રહેશે તો દેશને એપ્રિલ 2019 બાદ થતી પાંચમી ચૂંટણીથી બચાવી શકાશે.

નેતન્યાહૂને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરવા માટે એકત્ર થયેલા લોકોમાં એક તૃતિયાંશ લોકો વૈચારિક રૂપે તેમના સ્વાભાવિક સહયોગી છે. પહેલા તેમના સહયોગી તરીકે કામ કરી ચૂક્યા છે. બનાવવામાં આવેલ ગઠબંધન ખૂબ જ વિશેષ છે. આ ગઠબંધનમાં વામપંથી, દક્ષિણપંથી અને મધ્યમાર્ગી જેવી વિરોધી વિચારધારા ધરાવતા લોકો અરબ પાર્ટી સાથે મળીને રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવવા માટે સહમત થયા છે. યહૂદી રાષ્ટ્રમાં અગાઉ આ પ્રકારે ક્યારેય થયું નથી.

હિંદી ન્યૂઝપેપર દૈનિક ભાસ્કર સાથે ચર્ચા દરમ્યાન ડિફેન્સ અને ફોરેન પોલિસી એક્સપર્ટ હર્ષ પંતે જણાવ્યું કે, વિપક્ષી દળોના ગઠબંધનનો હેતુ માત્ર નેતન્યાહૂને પદ પરથી હટાવવાનો હતો. ઈઝરાયલમાં બે વર્ષમાં ચાર વાર ચૂંટણી થઈ છે, પરંતુ એક વાર પણ કોઈ અન્ય પાર્ટીને બહુમત મળી નથી. નેતન્યાહૂ સૌથી મોટા દળ લિકુડ પાર્ટીના નેતા છે, પરંતુ તેમને બહુમત મળી નથી.
Published by:Ashish Goyal
First published: