ઇઝરાયલની સડકો પર બાળકો સહિત સૌ બની ગયા ‘ઝોમ્બી’, જુઓ ભયાનક video

લોકો ચિત્ર-વિચિત્ર પ્રકારના કોશ્ચ્યુમ પહેરી અને ડરામણો મેકઅપ કરીને હેલોવીન ડે ઉજવે છે. (AP)

દુનિયાના અલગ-અલગ પ્રાંતમાં 31 ઓક્ટોબરે હેલોવીન ડે (Halloween Day) મનાવવામાં આવ્યો. લોકો ચિત્ર-વિચિત્ર પ્રકારના કોશ્ચ્યુમ પહેરી અને ડરામણો મેકઅપ કરીને હેલોવીન ડે ઉજવે છે. ઇઝરાયલમાં પણ આ દિવસે ભયાનક નજરો જોવા મળ્યો.

  • Share this:
    યેરુસલમ. દુનિયાના અલગ-અલગ પ્રાંતમાં 31 ઓક્ટોબરે હેલોવીન ડે (Halloween Day) મનાવવામાં આવ્યો. લોકો ચિત્ર-વિચિત્ર પ્રકારના કોશ્ચ્યુમ પહેરી અને ડરામણો મેકઅપ કરીને હેલોવીન ડે ઉજવે છે. ઇઝરાયલમાં પણ આ દિવસે ભયાનક નજારો જોવા મળ્યો. તેલ અવીવમાં બાળકોથી લઈને મોટા પણ ઝોમ્બી (Zombie walk in Israel) જેવો મેકઅપ કરીને રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. તેને જોઈને એકવાર તો કોઇપણ વ્યક્તિ ચોંકી જાય. તેમનો વિડીયો તો કોઈ હોરર ફિલ્મની જ યાદ અપાવે છે. જણાવી દઈએ કે ખ્રિસ્તીઓનો આ તહેવાર દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા રવિવારે મનાવવામાં આવે છે.

    એક વિડીયોમાં તેલ અવીવના ઝોમ્બી વોકને જોઈ શકાય છે. વિડીયો સાથે લખવામાં આવ્યું, ‘લોકોએ કોશ્ચ્યુમ અને ફેસ પેઇન્ટ સાથે તેલ અવીવના ઝોમ્બી વોકમાં ભાગ લીધો હતો.’ વોકમાં ભાગ લેનારા એક વ્યક્તિએ જણાવ્યું કે તે આ વોકમાં 2011થી ભાગ લે છે અને દર વર્ષે અહીં આવે છે. આશરે દોઢ વર્ષથી ઝોમ્બી વોકનું આયોજન થયું ન હતું.’



    હેલોવીન ડેને આશરે 2000 વર્ષ પહેલા ‘આલ સેટ્સ ડે’ તરીકે ઉત્તરી યુરોપમાં મનાવવામાં આવતો હતો. તો, કેટલાંક ઇતિહાસકારોનું કહેવું છે કે હેલોવીન પ્રાચીન સેલ્ટિક તહેવાર (જેને સમ્હેન કહેવાય છે)થી સંબંધિત છે. આ દિવસે માન્યતા છે કે મરેલા લોકોની આત્માઓ ઉઠે છે અને ધરતી પર પ્રગટ થઈને જીવિત આત્માઓ માટે મુશ્કેલી પેદા કરે છે. આ ખરાબ આત્માઓથી ભયને ભગાડવા માટે લકો રાક્ષસ જેવા કપડાં પહેરે છે. આ ઉપરાંત તેમને ભગાવવા માટે દરેક જગ્યાએ આગ લગાડીને તેમાં મરેલા પ્રાણીઓના હાડકાં નાખે છે. ક્રિસમસ બાદ હેલોવીન અમેરિકન તેમજ યુરોપિયન દેશોમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે.

    halloween day israel
    હેલોવીન ડેને આશરે 2000 વર્ષ પહેલા ‘આલ સેટ્સ ડે’ના રૂપમાં આખા ઉત્તરી યુરોપમાં ઉજવવામાં આવતું હતું. (AP)


    હેલોવીન અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં મનાવવામાં આવે છે. પરંતુ આ તહેવારની શરૂઆત આયર્લેન્ડ અને સ્કોટલેન્ડથી થઈ હતી. આ દિવસ સેલ્ટિક કેલેન્ડરનો આખરી દિવસ હોય છે. એટલે સેલ્ટિક લોકો વચ્ચે આ નવા વર્ષની શરૂઆતના રૂપમાં મનાવવામાં આવે છે. વાર્તાઓ મુજબ, આઈરીશ લોકો હેલોવીન પર જેક ઓ લેન્ટર્ન બનાવે છે.

    આ પણ વાંચો: તાલિબાનની આંખોમાં ધૂળ નાખવા માટે અફઘાન છોકરીઓ શીખે છે code ‘underground’

    લોકો પમ્પકિન (કોળું)ને ખોખલું કરીને તેમાં અંખ, નાક અને મોં બનાવે છે અને અંદર મીણબત્તી રાખે છે. જેને ઘરની બહાર અથવા વૃક્ષો પર લગાડવામાં આવે છે. ત્યારબાદ તેને દફનાવી દેવામાં આવે છે. બાળકોને ચોકલેટ્સ મળે છે. જુદા-જુદા દેશમાં જુદી-જુદી પ્રથા છે.
    Published by:Nirali Dave
    First published: