Home /News /national-international /આદત સે મજબૂર? સત્તામાંથી બહાર થવા છતાં નેતન્યાહૂ ભૂલથી PMની ખુરશી પર બેસી ગયા

આદત સે મજબૂર? સત્તામાંથી બહાર થવા છતાં નેતન્યાહૂ ભૂલથી PMની ખુરશી પર બેસી ગયા

વીડિયો વાયરલ થયો.

આ બનાવનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સત્તામાંથી બહાર ધકેલતા વોટિંગ બાદ પણ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન (Israel ex PM Benjamin Netanyahu) જે સીટ પર દસકાથી બેસી રહ્યાં હતાં, તે વડાપ્રધાનની સીટ પર ફરી આકસ્મિક બેસી ગયા હતા!

    નવી દિલ્હી: ઇઝરાઇલમાં વડાપ્રધાન તરીકે બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ના 12 વર્ષના શાસનનો અંત તાજેતરમાં જ આવી ગયો હતો. તેમના સ્થાને રાષ્ટ્રવાદી નફતાલી બેનેટ (Naftali Bennett)ની આગેવાનીવાળી સરકાર આવી છે. આવી સરકારને ઇઝરાયલીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચારી હોય. આ પરિવર્તન પ્રતિકારાત્મક ઘટના સાથે આવ્યું છે. ઇઝરાયલમાં નવી સરકાર માટેનું વોટિંગ પૂરું થતા બેન્જામિન નેતન્યાહૂ ત્યાં ખુરશી પર બેસી ગયા હતા. જોકે, આ ખુરશી હવે તેમની રહી ન હતી!

    આ બનાવનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સત્તામાંથી બહાર ધકેલતા વોટિંગ બાદ પણ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન જે સીટ પર દસકાથી બેસી રહ્યાં હતાં, તે વડાપ્રધાનની સીટ પર ફરી આકસ્મિક બેસી ગયા હતા! અંતે તેમને વિપક્ષ માટેની અનામત બેઠકો પર જવાનું કહેવામાં આવ્યું હતું. વીડિયો જોનારા ઘણા લોકોએ આ ઘટના પર કમેન્ટ્સમાં રમૂજ કરી હતી કે, જૂની ડાયહાર્ડ ટેવ.

    ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બે વર્ષમાં ચાર અનિર્ણાયક ચૂંટણીઓ બાદ હજારો લોકો આ પરિણામને આવકારવા નીકળ્યા હતા. રોબિન સ્ક્વેર ખાતે ઇરેઝ બેજુનરે કહ્યું કે, "હું અહીંયા ઇઝરાયલમાં એક યુગના અંતનો જશ્ન મનાવી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે સફળ થાય અને અમને ફરી સંગઠિત કરે. આ વખતે નવી સરકારના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો."

    આ પણ વાંચો: ભારતની મદદના નામે પાકિસ્તાની સંસ્થાઓએ ઉઘરાવ્યા કરોડો રૂપિયા, આ જ પૈસાથી ટેરર ફંડિંગની શંકા: રિપોર્ટ

    આ ચૂંટણીમાં નવી સરકારનો માત્ર 60-59ની પાતળી સરસાઈથી વિજય થયો છે. બેન્જામિન નેતન્યાહૂ સામે ડાબેરી, કેન્દ્રવાદી, જમણેરી અને આરબ પક્ષોના ગઠબંધને તાકાત લગાવી હતી. જોકે, સરસાઈ ટૂંકી હોવાથી મામલો નાજુક છે.

    સત્તામાં પરિવર્તન બાદ 71 વર્ષન નેતન્યાહુએ કહ્યું કે, તે અપેક્ષા કરતા વહેલા પાછા આવશે. બેનેટની શપથ લેતા પહેલા તેમણે સંસદમાં કહ્યું, "જો અમારે વિપક્ષમાં જવાનું નક્કી છે, તો જ્યાં સુધી તેમને પછાડી શકીએ નહીં ત્યાં સુધી અમે આ કામ માથું ઊંચું રાખીને કરીશું."

    આ પણ વાંચો: તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક; ઇકો કારના ફૂરચા નીકળી ગયા

    નવી સરકાર મોટા ભાગે પેલેસ્ટાઈ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમ મુદ્દાઓ ટાળશે. તેના બદલે ઘર આંગણે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અલબત આ વાત સાથે પેલેસ્ટાઇનના લોકો સહમત છે. તેમનું કહેવું છે કે, કબજે કરેલા વેસ્ટ બેંકના ભાગોને જોડવાની હિમાયત કરનાર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રમુખ બેનેટ લિકુડ પાર્ટીના નેતા નેતન્યાહૂની જેમ જ જમણેરી એજન્ડા આગળ વધારશે.

    આ પણ વાંચો: જૂનાગઢ: BJP અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

    આ સરકાર માટેના ગઠબંધન કરાર અંતર્ગત 2023માં 49 વર્ષીય ઓર્થોડોક્સ યહૂદી અને હાઇટેક કરોડપતિ બેનેટના સ્થાને વડાપ્રધાન તરીકે 57 વર્ષના ટેલિવિઝનનાં લોકપ્રિયતા હોસ્ટ યાઈર લાપીડ સત્તા સંભાળશે. છેલ્લી ચૂંટણીમાં બેનેટની યમિના પાર્ટીએ સંસદની 120 બેઠકોમાંથી માત્ર 6 બેઠકો જીતી હતી, છતાં બેનેટને વડાપ્રધાન પદ આપવું તે વાત કેટલાકને પચી નથી.

    સંસદમાં નેતાન્યાહુના વફાદારોએ "ખોટા" અને "શરમજનક"ના સતત સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, બેનેટે પૂર્વ પ્રધાનમંત્રીનો તેમની લાંબી અને સિધ્ધિથી ભરપૂર સેવા બદલ આભાર માન્યો હતો.
    " isDesktop="true" id="1105547" >

    ઉલ્લેખનીય છે કે, બેનેટે એક સમયે નેતન્યાહુના સ્ટાફ ચીફ તરીકે ફરજ બજાવી હતી અને સંરક્ષણ પ્રધાન તરીકે તેમની સાથે ગાઢ સંબંધો હતા. બને જમણેરી હોવા છતાં બેનેટે 23 માર્ચની ચૂંટણી પછી નેતાન્યાહૂના સાથે જોડાવાની ઑફર ફગાવી હતી.
    First published:

    Tags: Benjamin Netanyahu, Israel, પીએમ, સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો