Israel Embassy Blast: JeMનું શેડો ગ્રુપ હોય શકે છે જૈશ ઉલ હિંદ, અન્ય શહેરોમાં પણ આપી હતી બ્લાસ્ટની ધમકી

Israel Embassy Blast: JeMનું શેડો ગ્રુપ હોય શકે છે જૈશ ઉલ હિંદ, અન્ય શહેરોમાં પણ આપી હતી બ્લાસ્ટની ધમકી
સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે, જેશ-ઉલ-હિંદ પાકિસ્તાની (Pakistan) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું શેડો ગ્રુપ છે.

સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે, જેશ-ઉલ-હિંદ પાકિસ્તાની (Pakistan) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું શેડો ગ્રુપ છે.

  • Share this:
    નીતિશ કુમાર

    શુક્રવારે રાજાધની દિલ્હીમાં (Delhi) ઇઝરાયલી દૂતાવાસની બહાર બ્લાસ્ટ (Israel Embassy Blast) થયા બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ દરેક એન્ગલને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. શનિવારે જૈશ ઉલ હિંદ (Jaish Ul Hind) નામના આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. હવે તપાસ એજન્સીઓ આ ત્રાસવાદી સંગઠનના વાયર પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ Jaish-e-Mohammed) સાથે જોડાયેલા છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. ન્યૂઝ 18ને સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે, જેશ-ઉલ-હિંદ પાકિસ્તાની (Pakistan) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું શેડો ગ્રુપ છે.



    ભારતના અન્ય શહેરોમા પણ આપી છે બ્લાસ્ટની ધમકી

    તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેશ-ઉલ-હિન્દે ભારતના અન્ય મોટા શહેરોમાં પણ હુમલાની ધમકી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મેસેજ આપીને આ આતંકી સંગઠને આ બોમ્બ બ્લાસ્ટમાં પોતાનો હાથ હોવાનો દાવો કર્યો હતો. સંગઠને સંદેશમાં લખ્યું છે કે, 'સર્વશક્તિમાન ખુદાની કૃપા અને સહાયથી જૈશ-ઉલ-હિંદના લડવૈયાઓ દિલ્હીના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પ્રવેશ કરીને આઈઈડી હુમલાને અંજામ આપી શક્યા. ભારતના મોટા શહેરોને નિશાનો બનાવવાની આ એક શરૂઆત છે. આ ભારત સરકાર દ્વારા કરાયેલા અત્યાચારનો બદલો છે.

    મન કી બાતમાં PMએ કહ્યું- 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઇ ઘણો દુખી થયો

    વિસ્ફોટમાં દિશાત્મક આઈઈડીનો ઉપયોગ

    આ વિસ્ફોટની તપાસ કરી રહેલી એજન્સીઓની અત્યાર સુધીની તપાસ મુજબ, વિસ્ફોટમાં દિશાત્મક આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્લાસ્ટની અસર ફક્ત એક બાજુ એટલે માત્ર રસ્તાની સાઈડ પર જકરવાનો પ્રયાસ કરાયો હતો. આ આઈડી બ્લાસ્ટમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં બેટરી સંચાલિત હતી.

    Israel Embassy Blast: એનર્જી ડ્રિંકનાં કેનથી બનાવાયો હતો બોમ્બ, પૂરાવાથી થયો ષડયંત્રનો ખુલાસો

    કાશ્મીરમાં પણ થયા હતા આવા વિસ્ફોટ

    સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો, જેને આઈએસઆઈની મદદ મળી રહી હતી. અગાઉ હૈદરાબાદના દિલખુશ નગરમાં આઇએમ મોડ્યુલમાં પણ આ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. આ એક્સપ્લોસિવની તપાસ એનઆઈએ, એનએસજી અને દિલ્હી પોલીસ વિશેષ સેલ આ ત્રણેય પોતપોતાના સ્તરે કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:January 31, 2021, 13:41 pm