Home /News /national-international /

Israel Embassy Blast: અલકાયદા, ઇરાન કે આતંકી સંગઠન? બ્લાસ્ટમાં મળેલા સબૂતો કરી રહ્યાં છે આ ઇશારા

Israel Embassy Blast: અલકાયદા, ઇરાન કે આતંકી સંગઠન? બ્લાસ્ટમાં મળેલા સબૂતો કરી રહ્યાં છે આ ઇશારા

આ બધા વચ્ચે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૉન માલ્કાનું કહેવું છે કે, બંને દેશની તપાસ એજન્સીઓ હાલ આ મામલાની મળીને તપાસ કરી રહી છે.

આ બધા વચ્ચે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૉન માલ્કાનું કહેવું છે કે, બંને દેશની તપાસ એજન્સીઓ હાલ આ મામલાની મળીને તપાસ કરી રહી છે.

  રાજધાની દિલ્હીમાં (Delhi) સ્થિત ઈઝરાયેલની એમ્બેસી (Embassy of Israel) નજીક શુક્રવારે વિસ્ફોટ (Blast) થયો હતો. એ પછી તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને હેરાન કરી દે તેવી જાણકારી મળી છે. આ ધમાકામાં મિલિટ્રી ગ્રેડ વિસ્ફોટકનો (Military Grade Explosive) ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે તે પદાર્થ જેના ઉપયોગની મંજૂરી દુનિયાભરમાં માત્ર સેનાઓને જ હોય છે. તપાસ એજન્સીઓને એવા સબૂત મળ્યા છે કે તે એ વાત તરફ ઇશારો કરે છે કે, આ હુમલો આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવાની સાઝિશ હતી. હાલ આનાથી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૉન માલ્કાનું કહેવું છે કે, બંને દેશની તપાસ એજન્સીઓ હાલ આ મામલાની મળીને તપાસ કરી રહી છે.

  તપાસમાં થયો મોટો ખુલાસો

  ફોરેન્સિક તપાસમાં હાલમાં ખુલાસો થયો છે કે, વિસ્ફોટમાં PETNનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વવ્યાપી ફક્ત સૈન્યને જ તેનો ઉપયોગ કરવાની મંજૂરી છે. તે બજારમાં ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવે છે કે, વિશ્વની ખતરનાક આતંકવાદી સંગઠન અલ-કાયદા પણ આ પીઈટીએનનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરતા હતા. તપાસમાં 'હાઇ-વોટ' બેટરી પણ મળી આવી છે. આ 9 વોલ્ટની આ બેટરીનો ઉપયોગ સામાન્ય રીતે રેડિયો ટ્રાંઝિસ્ટર માટે કરવામાં આવે છે, જેથી વિસ્ફોટના સ્થળેથી સંદેશા મોકલી શકાય. સૂત્રો કહે છે કે, ઇસ્લામિક સ્ટેટ અથવા અલ કાયદાનો પણ હાથ હોય શકે છે. જોકે, હાલ દરેક એંગલથી તપાસ ચાલી રહી છે.

  દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું ઇરાની કનેક્શન! રાજધાનીમાં રહેતા ઇરાનીઓની પૂછપરછ કરી રહી છે સ્પેશ્યલ સેલ

  તપાસમાં બીજું શું મળ્યું?

  એવું કહેવામાં આવે છે કે, બેટરીનો આવો ઉપયોગ પહેલા ઇન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા કરતા હતા. જોકે, ઇન્ડિયન મુજાહિદ્દીન મોટાભાગના બોમ્બમાં વિસ્ફોટક તરીકે સરળતાથી ઉપલબ્ધ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતા હતા. જ્યાં ધડાકો થયો ત્યાં એક ખાડો થઇ ગયો છે. આ સ્થળેથી બોલ બેરિંગ્સ અને વાયર મળી આવ્યા છે. ફોરેન્સિક ટીમને એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગના નિશાન પણ મળ્યા છે. ગુલાબી રંગનો સ્કાર્ફ પણ મળી આવ્યો છે, જે અડધો બળી ગયો છે. પોલીસ આ બ્લાસ્ટમાં પિંક દુપટ્ટાનું કનેક્શન પણ શોધી રહી છે.

  રવિવારે મિથુન રાશિના જાતકો મિત્રો સાથે વિતાવી શકે છે ખાસ સમય, જાણો આપનું રાશિફળ

  સીસીટીવી કેમેરા જ ચાલતા ન હતા

  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અિધકારીઓએ ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે. દિલ્હીની સુરક્ષાની પોલ પણ એક રીતે આ ઘટનામાં છતી થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અિધકારીઓએ ઘટના સૃથળની તપાસ કરીને પૂરાવા એકઠા કર્યા ત્યારે જણાયું હતું કે, આસપાસના ઘણાં સીસીટીવી કેમેરા ચાલતા જ ન હતા. જે સીસીટીવી કેમેરા ચાલતા હતા તેના દૃશ્યો મેળવીને તપાસનો દોર આગળ વધારાયો હતો. એક સીસીટીવી પ્રમાણે ઘટના બની તેની મિનિટો પહેલાં એક ટેક્સીમાં બેસીને બે લોકો ઘટના સ્થળે આવ્યા હતા.  એ પછીની થોડીક ક્ષણો પછી વિસ્ફોટ થયો હતો. ટેક્સી ડ્રાઈવરનો સંપર્ક કરીને તપાસ અિધકારીઓએ તેની પૂછપરછ કરી હતી. તેના નિવેદનના આધારે ચિત્રો પણ બનાવ્યા હતા. ઓલા અને ઉબર પાસેથી ટેક્સી બુકિંગની વિગતો પણ મેળવવાની કવાયત શરૂ થઈ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Israel, દિલ્હી, વિસ્ફોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन