Home /News /national-international /Israel Embassy Blast: જૈશ ઉલ હિન્દે લીધી ઇઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટની જવાબદારી
Israel Embassy Blast: જૈશ ઉલ હિન્દે લીધી ઇઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટની જવાબદારી
વિસ્ફોટ બાદ તપાસ કરી રહેલા સુરક્ષા જવાનો.
Israel Embassy Blast: દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા ઓછી તીવ્રતાના આઈઈડી વિસ્ફોટ બાદ તેમાં ઉપયોગમાં આવેલા વિસ્ફોટકોની બે વખત તપાસ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: દેશના રાજધાની નવી દિલ્હી (New Delhi) સ્થિત ઇઝરાયેલ દૂતાવાસ (Israel Embassy) બહાર શુક્રવારે સાંજે થયેલા બ્લાસ્ટ (Blast)ની જવાબદારી એક આતંકી સંગઠને છે. જોકે, તપાસ એજન્સીઓને આ દાવાને લઈને આશંકા છે. મળેલી માહિતી પ્રમાણે જૈશ ઉલ હિન્દ (Jaish ul Hind) નામના આતંકી સંગઠને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, "સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિન્દના સૈનિકો દિલ્હીના એક ખૂબ સુરક્ષિત વિસ્તારમાં ઘૂસીને IED હુમલો કરવામાં સફળ રહ્યા. ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવતા હુમલાની આ એક શરૂઆત છે. આ ભારત સરકાર દ્વારા કરવામાં કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેશે."
દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા ઓછી તીવ્રતાના આઈઈડી વિસ્ફોટ બાદ તેમાં ઉપયોગમાં આવેલા વિસ્ફોટકોની બે વખત તપાસ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો ડિવાઇસમાં હાઈ ગ્રેડ મિલિટ્રી એક્સપ્લોઝિવ PETN (pentaerythritol tetranitrate)નો ઉપયોગ થયો હતો.
અધિકારીઓનું અનુમાન છે કે અલકાયદા જેવા જૂથો પાસે આ પ્રકારના વિસ્ફોટક હોવાની આશંકા છે. એક ISIS સમૂહ તરફથી પણ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તપાસ એજન્સીઓને તેમની સંડોવણી હોવા પર શંકા છે. ધડાકા બાદ કાલ રાત્રે ઈરાનની એક ફ્લાઇટ પણ મોડી પડી હતી. તમામ મુસાફરોની તપાસ કરવામાં આવ્યા બાદ જ ફ્લાઇને જવા દેવામાં આવી હતી.
દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ ખૂબ ઓછી તીવ્રતાનો હતો પરંતુ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ કોઈ મોટા ષડયંત્ર પહેલાનો કાંકરીચાળો હોઈ શકે છે. બ્લાસ્ટ પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સૂત્રોના કહેવા પ્રમાણે બ્લાસ્ટના સ્થળેથી જે પત્ર (Letter) મળ્યો છે, તેમાં પણ આ ટ્રેલર હોવાની ધમકી આપવામાં આવી છે.
" isDesktop="true" id="1068154" >
દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એમ્બેસી નજીક થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજમાં એક કેબ જોવા મળી રહી છે. જેમાં કેબમાંથી બે લોકો નીચે ઉતર્યાં હતા અને બાદમાં કેબ ચાલી ગઈ હતી. બંને શકમંદ ચાલતા જ બોમ્બ બ્લાસ્ટવાળી જગ્યા પર બોમ્બ પ્લાન્ટ કરવા માટે ગયા હતા. જે બાદમાં બંને શકમંદ ત્યાંથી ચાલતા જ નીકળ્યા હતા. સ્પેશ્યલ સેલે આ કેબને શોધી કાઢીને ચાલકની પૂછપરછ કરી છે. જેના વર્ણનના આધારે શકમંદના સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર