Home /News /national-international /Florona disease in Israel: ઓમિક્રોન પછી ફ્લોરોનાનો ડર, ઇઝરાયેલમાં મળ્યો પ્રથમ કેસ, જાણો કેટલો છે ખતરનાક

Florona disease in Israel: ઓમિક્રોન પછી ફ્લોરોનાનો ડર, ઇઝરાયેલમાં મળ્યો પ્રથમ કેસ, જાણો કેટલો છે ખતરનાક

કોરોનાને ઝડપથી ફેલાતો રોકવા માટે વેક્સીનેશન અભિયાન ઝડપી કરવામાં આવી રહ્યું છે (ફાઇલ ફોટો)

Florona disease in Israel : આ પહેલા કેસ વિશે અરબ ન્યૂઝે ટ્વિટ કરીને જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં ફ્લોરોનાનો પ્રથમ કેસ મળ્યો

તેલ અવીવ : ઇઝરાયેલની (Israel) એક ગર્ભવતી મહિલા ફ્લોરાનાથી (Florona disease)સંક્રમિત થઇ છે. આ કોરોના (corona) અને ઇંફ્લૂએન્ઝાનું (Influenza)ડબલ સંક્રમણ છે. આ પહેલા કેસ વિશે અરબ ન્યૂઝે ટ્વિટ કરીને જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં ફ્લોરોનાનો પ્રથમ કેસ મળ્યો છે. આ દરમિયાન ઇઝરાયેલના નેશનલ હેલ્થ પ્રોવાઇડરે ચોથા ડોઝ આપવાના સંબંધમાં શુક્રવારે અધ્યયન શરુ કર્યું છે. આ ડોઝ નબળી ઇમ્યુનિટીવાળા દર્દીઓને આપવામાં આવશે.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી (Israeli PM)નફ્તાલી બેનેટે (Naftali Bennett)કહ્યું કે ઇઝરાયેલ જેણે સૌથી પહેલા જનતાને વેક્સીનના ત્રીજો ડોઝની રજુઆત કરી હતી. આ દેશ હવે ચોથા વેક્સીન શોટ માટે એક ટ્રેલબ્લેઝર હશે. તેમણે કહ્યું કે નાગરિકોને ચોથી વેક્સીન લગાવનાર દેશોના મામલામાં ઇઝરાયેલ સૌથી આગળ રહેશે. ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ નચમન એશે આ વિશે લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી છે. જેમને ત્રીજો ડોઝ લાગી ગયો છે અને જેમની ઇમ્યુનિટી વીક છે તેમને આ ડોઝ અપાશે.

આ પણ વાંચો - 'અમે કઈ રીતે જીવીએ, શું ખાઈએ?' ચીનમાં લોકડાઉનમાં રહેલા શહેરના લોકો મદદ માટે કરગરવા લાગ્યા

ઇઝરાયેલમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જેને જોતા સરકારે પગલા ભર્યા છે. સરકારે કહ્યું કે કોરોનાને ઝડપથી ફેલાતો રોકવા માટે વેક્સીનેશન અભિયાન ઝડપી કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધ સેવા સેન્ટરમાં વૃદ્ધોને પણ વેક્સીન લગાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી નિત્જન હોરોવિટ્જે કહ્યું કે ઇઝરાયેલ કોરોનાની પાંચમી લહેરમાં હતું. અહીં મોટાભાગના કેસો ઓમિક્રોન વેરિએન્ટના હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક નચમન અશે જણાવ્યું કે આજે નબળા ઇમ્યુનિટીવાળા લોકો માટે ચોથી વેક્સીનને મંજૂરી આપી છે. ઓમિક્રોનના આ પ્રકોપમાં સૌથી વધારે ખતરો આવા લોકોને જ છે. ગુરુવારે 4000થી વધારે કેસ સામે આવ્યા છે જે સપ્ટેમ્બર પછી જોવા મળ્યા નથી.

ચીનમાં પણ કોરોનાના કેસો વધ્યા

વિશ્વભરમાં કોરોના વાયરસ (Corona virus)ના કેસમાં ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘણા દેશો ફરી કડક પ્રતિબંધ મુકવાની તૈયારી કરે છે. ત્યારે ચીનની સરકારે (China Government)13 મિલિયન લોકોની વસ્તી ધરાવતા ઝિયાન શહેરમાં લોકડાઉન (Lockdown in China) લાદી દીધું છે. જોકે, આ લોકડાઉન (Lockdown)લોકો માટે ખૂબ જ મુશ્કેલ સમયગાળો બની ગયો છે. આ બાબતે ચીનના (China) અધિકારીઓએ બુધવારે સ્વીકાર્યું હતું કે, શહેરના રહેવાસીઓએ તેમની પાસે પૂરતો ખોરાક ન હોવાની સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી અને મદદ માંગી હતી.
First published:

Tags: Coronavirus, Israel