ઇઝરાયેલે રજુ કરી 'દોસ્તીની મિસાલ', મોદીને આપી આકાશમાંથી સુરક્ષા

News18 Gujarati
Updated: February 10, 2018, 5:10 PM IST
ઇઝરાયેલે રજુ કરી 'દોસ્તીની મિસાલ', મોદીને આપી આકાશમાંથી સુરક્ષા
પેલેસ્ટાઇન ખાતે આવી પહોંચેલા મોદી

17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે મોદી એરપોર્ટથી રોડ શો કરીને નેતન્યાહૂને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા.

  • Share this:
આરબ દેશોની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન મોદી શનિવારે બપોરે પેલેસ્ટાઇનના રામલ્લા પહોંચ્યા હતા. આ દરમિયાન ઇઝરાયેલે ભારત સાથે 'દોસ્તીની મિસાલ' રજુ કરી હતી. પીએમ મોદી જોર્ડનના અમ્માનથી સૈન્ય હેલિકોપ્ટરમાં રામલ્લા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન આકાશમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. પીએમ મોદીની સુરક્ષા માટે ઇઝરાયેલના હેલિકોપ્ટર ઉડતા નજરે પડ્યા હતા.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ખૂબ ગાઢ મૈત્રીના સંબંધો છે. ગયા મહિના ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ પોતાની પત્ની સારા સાથે છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે મોદી અને નેતન્યાહૂ વચ્ચેની પાકી દોસ્તી જોવા મળી હતી. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ ખાતે નેતન્યાહૂનું સ્વાગત કર્યું હતું.

17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે મોદી એરપોર્ટથી રોડ શો કરીને નેતન્યાહૂને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે નેતન્યાહૂને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી બતાવી હતી. ગાંધી આશ્રમ ખાતે નેતન્યાહૂ અને તેમની પત્નીએ ચરખો ચલાવ્યો હતો તેમજ પગંત પર પણ હાથ અજમાવ્યો હતો.

હવે મોદી જ્યારે પેલેસ્ટાઇનની યાત્રા પર છે ત્યારે ઇઝરાયેલે પણ પોતાની દોસ્તી નિભાવી હતી. ઇઝરાયેલના આર્મી હેલિકોપ્ટરે આકાશમાં મોદીના હેલિકોપ્ટરની સુરક્ષા પૂરી પાડી હતી.

નોંધનીય છે કે મોદી પહેલા કોઈ પણ ભારતીય વડાપ્રધાને પેલેસ્ટાઇનની મુલાકાત લીધી નથી. આથી મોદીની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોતાના યાત્રા દરમિયાન મોદી રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ વચ્ચે વિકાસ, સૂચના, ટેક્નોલોજી, ટુરિઝમ, રમત અને ખેતી સંબંધીત મુદ્દે વાતચીત કરશે.

First published: February 10, 2018
વધુ વાંચો
अगली ख़बर