NIA raids: એનઆઈએએ ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત મામલે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 5 જગ્યાએ દરોડા પાડ્યા છે. કેન્દ્રિય એજન્સીએ મધ્યપ્રદેશમાં સિવનીમાં ચાર અને પુણેમાં એક જગ્યાએ દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમોએ પૂણેમાં તલ્હા ખાન અને સિવનીમાં અકરમ ખાનના ઘરોની તપાસ કરી હતી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઇસ્લાનિક સ્ટેટ - ખુરાસાન પ્રાંત મામલે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પાંચ જગ્યાએ દરોડા પાડ્યા છે. કેન્દ્રિય એજન્સીએ શનિવારે મધ્ય પ્રદેશમાં સિવનીમાં ચાર અને પૂણેમાં એક સ્થાન પર દરોડા પાડ્યા હતા. એનઆઈએની ટીમોએ પૂણેમાં તલ્હા ખાન અને સિવનીમાં અકરમ ખાને ઘરોની તપાસ કરી હતી. એનઆઈએએ કહ્યુ હતુ કે, ‘દિલ્હીમાં જામિયાના ઓખલાથી એક કાશ્મીરી દંપતી જહાનજૈબ સામી વાની અને તેની પત્ની હિના બશીર બેગની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે.’
એજન્સીએ કહ્યુ, એક અન્ય આરોપી અબ્દુલ્લા બાસિતની ભૂમિકા સામે આવી છે. જે પહેલેથી એક અન્ય કેસમાં તિહાડ જેલમાં બંધ હતો. તે દિવસે એનઆઈએએ શિવમોગા આઈએસ કાવતરા મામલે સિવનીમાં ત્રણ અન્ય જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જે સ્થળની તપાસ કરી હતી તેવામાં શંકાસ્પદ અબ્દુલ અજીજ સલાફી અને શોએબ ખાનના ઘર અને વ્યવસાયિક જગ્યાઓ સામેલ હતો. શિવમોગા મામલે વિદેશથી રચાયેલા કાવતરાં અંતર્ગત આરોપી વ્યક્તિ મોહમ્મદ શરીક, માજ મુનીર ખાન, યાસીન અને અન્ય વિદેશોમાં સ્થિત તેમના આકાઓના આદેશ પર ગોડાઉન, વાહનો અને એક વિશેષ સમુદાય સંબંધિત અન્ય સંપત્તિ અને આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી અને 25થી વધુ ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો.
એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ લોકોએ એક મોક આઈઈડી બ્લાસ્ટ પણ કર્યો હતો. તેમને ઓનલાઇન હેન્ડલર દ્વારા ક્રિપ્ટો કરન્સીથી ફાઇનાન્સિયલ સપોર્ટ આપવામાં આવતો હતો. મોટા કાવતરા અંતર્ગત આરોપી મોહમ્મદ શરીકે ગયા વર્ષે 19 નવેમ્બરે મેંગલોરના કાદરી મંદિરમાં આઈઈડી વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. જો કે, આઈઈડીની એક દુર્ઘટનામાં સમય પહેલાં જ વિસ્ફોટ થયો હતો. 40 વર્ષીય અબ્દુલ સલાફી સિવની જામિયા મસ્જિદમાં મૌલાના છે. જ્યારે 26 વર્ષીય શોએબ ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સ વેચે છે.
મતદાનનો બહિષ્કાર કર્યો હતો
સલાફી તેના સહયોગી શોએબ સાથે ‘ચૂંટણીમાં મતદાન કરવું મુસલમાનો માટે પાપ છે’ તેવા મેસેજ સક્રિય રૂપે ફેલાવતા હતા. મૌલાના અજીજ સલાફીના નેતૃત્વવાળી ટોળકી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેટલાક દક્ષિણ રાજ્યોમાં ભોળા મુસ્લિમ યુવાનોને યુટ્યુબ પર ભડકાઉ ભાષણોના માધ્યમથી કટ્ટરપંથી બનાવવામાં આવતા હતા. તેઓ સિવની જિલ્લામાં આવા કટ્ટરપંથી વ્યક્તિઓને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર
આતંકવાદ વિરોધી એજન્સીએ જણાવ્યુ છે કે, તેઓ પ્રભાવશાળી યુવાનોને આ રીતે ખોટા પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયામાં ઉપયોગ કરતા હતા. આ રીતે પ્રયત્નો વધારવા માટે એઆઈએ કહ્યુ હતુ કે, અજીજ સલાફી કર્નાટકના આરોપી માજ મુનીર અહમદના સંપર્કમાં આવ્યો હતો. તેણે પરીક્ષણ વિસ્ફોટ કરવા માટે વિસ્ફોટક સામગ્રી ખરીદી હતી. માજને ગયા વર્ષે એનઆઈએએ નવેમ્બરમાં ધરપકડ કર્યો હતો. એનઆઈએએ કહ્યુ હતુ કે, આરોપીઓના સમગ્ર કનેક્શન અંગે તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર