શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ઈસાઈઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવી આઠ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ઈસાઈઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવી આઠ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા
શ્રીલંકામાં રવિવારે આઠ સિરીયલ બ્લાસ્ટ કરવાની જવાબદારી આઈએસઆઈએસે સ્વીકારી લીધી છે. આ સાથે મંગળવારે શ્રીલંકા પોલીસે ફરી એક એલર્ટ જાહેર કર્યું છે. શ્રીલંકા પોલીસ અનુસાર, જેહાદી કોલંબોમાં એક વખત ફરી હુમલો કરવાની ફિરાકમાં છે. શ્રીલંકા પોલીસે ભારતીય સુરક્ષા એજન્સિઓ તરફથી મળેલી ગુપ્ત જાણકારી બાદ આ એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ઈસાઈઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવી આઠ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 321 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે.
અત્યાર સુધીમાં પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી છે. સરકારે કહ્યું છે કે, મોટાભાગના બ્લાસ્ટ આત્મઘાતી હતી. મરનારા લોકોમાં ભારતીય અને પાકિસ્તાની સહિત કુલ 35 વિદેશી નાગરીકો પણ છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા જ શ્રીલંકામાં સોમવારે અડધીરાત્રીથી આપાતકાલ લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ વાતની જાણકારી રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી હતી. આ અનુસાર, વિશેષ કાર્યવાહી કરવા અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પોલીસની સાથે જ જમીન, જળ અને વાયુ સેનાને તપાસ અને સિક્યોરિટીનો પૂરો બંદોબસ્ત કરવામાં કોઈ પરેશાની ન થાય. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું ચે કે, આ આપાતકાલ માત્ર સુરક્ષા માટે લગાવવામાં આવે છે. આ દરમ્યાન અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ રોક નહી લગાવવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર