પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમની સજા સમાપ્ત કરી દીધી છે. નવાઝ શરીફના રિટાયર્ડ કેપ્ટન મોહમ્મદ સફદરની પણ સજા સમાપ્ત કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને સામાન્ય ચૂંટણી પહેલા એવનફિલ્ડ ભ્રષ્ટાચારના મામલામાં પાકિસ્તાનની કોર્ટે દસ વર્ષની સજા સંભળાવી હતી, જ્યારે તેમની પુત્રી મરિયમ શરીફને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટે એવેનફિલ્ડ ભ્રષ્ટાચારના મામલામાં નવાઝ શરીફ પર લગભગ 73 કરોડ અને મરિયમ પર 18 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર