Home /News /national-international /

ISISના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી દીધા, જંગલમાંથી મળ્યા શરીરના અંગો

ISISના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી દીધા, જંગલમાંથી મળ્યા શરીરના અંગો

કૈબો ડેલગાડો રાજ્યના નાંજબા ગામમાં આ જધન્ય હત્યાકાંડ થયો. (AP)

મોઝામ્બિકઃ ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ ગામમાં આગ લગાવી દીધી અને મહિલાઓનું અપહરણ કરી સેક્સ સ્લેવ બનાવી દીધી

    માપૂતોઃ આફ્રિકાના દેશ મોઝામ્બિક (Mozambique)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદીઓએ એક ગામના 50 લોકોના માથા વાઢી દીધા. કૈબો ડેલગાડો રાજ્યના નાંજબા ગામમાં આ જધન્ય હત્યાકાંડ થયો. આતંકવાદીઓએ એક ફુટબોલ મેદાનમાં 50 લોકોની હત્યા કર્યા બાદ શરીરના ટુકડાઓને જંગલમાં ફેંકી દીધા. બીજી તરફ, આ ગામની મહિલાઓનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેમને સેક્સ સ્લેવ (Sex Slave) બનાવી લેવામાં આવી છે.

    બીબીસી અને ડેઇલી મેલના અહેવાલો મુજબ, ગામની મહિલાઓનું અપહરણ કર્યા બાદ આતંકવાદીઓના બીજા સમૂહે ગામમાં આગ લગાવી દીધી. ગામમાં અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આતંકી ગામમાં નારેબાજી કરતા કરતા આવ્યા. ઘરોને બાળવા લાગ્યા. જેવા લોકો ઘરોમાંથી બહાર આવ્યા તેમને કેદી બનાવીને તેમના માથા વાઢી દીધા.

    મોઝામ્બિકમાં જે પચાસ લોકોને ઈસ્લામી આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે તેઓ મોટાભાગે યુવકો અને બાળકો હતા. આ લોકોએ આતંકીઓની સાથે સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેના બદલામાં તેમને દર્દનાક સજા મળી. ઈસ્લામી આતંકીઓએ અલ્લાહુ અકબર કહીને આ 50 લોકોના માથા વાઢી દીધા અને ત્યારબાદ તેમના શરીરના અંગોને દફનાવવા માટે પરિવારોને મોકલી દીધા.

    આ પણ વાંચો, BMC એન્જિનિયરે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી તો મહિલા બેંક અધિકારીએ આપી સોપારી

    મોઝામ્બિકના કૈબો ડેલગાડો રાજ્ય પ્રાકૃતિક ગેસ માટે જાણીતો છે. વર્ષ 2017થી અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકીઓએ 2000 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકીઓના ડરથી લગભગ 4.30 લાખ લોકો રાજ્ય છોડીને અલગ-અલગ સ્થળે જતા રહ્યા છે.

    આ પણ વાંચો, આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા

    આ ઘટના પહેલા આવી જ ઘટનાઓ માર્ચ અને એપ્રિલ મહિનામાં બની હતી. તે સમયે 50 લોકોના માથા વાઢી દેવામાં આવ્યા હતા. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ આ ઘટનાને એક્સોન મોબિલ અને ટોટલ ગેસ પ્રોજેક્ટની પાસે અંજામ આપ્યો હતો. આ એનર્જી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનામાં આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ વધી ગઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Militant, Mozambique, આઇએસઆઇએસ, આતંકવાદ, આતંકી, ઇસ્લામિક સ્ટેટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन