ISISના આતંકીઓએ 50 લોકોના માથા કાપી નાખ્યા, મહિલાઓનું અપહરણ કરી સેક્સ સ્લેવ બનાવી

ISISના આતંકીઓએ 50 લોકોના માથા કાપી નાખ્યા, મહિલાઓનું અપહરણ કરી સેક્સ સ્લેવ બનાવી
ISISના આતંકીઓએ 50 લોકોના માથા કાપી નાખ્યા, મહિલાઓનું અપહરણ કરી સેક્સ સ્લેવ બનાવી (AP)

આતંકવાદીઓએ એક ફૂટબોલના મેદાનમાં 50 લોકોની હત્યા કર્યા પછી શરીરના ટુકડાઓને દફન કરવા માટે પરિવારને આપ્યા

  • Share this:
    માપૂતો (મોઝામ્બિક) : દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં (Mozambique)ઇસ્લામિક સ્ટેટના (ISIS) આતંકીઓએ એક ગામમાં 50 લોકોના માથા કાપી નાખ્યા છે. કૈબો ડેલગાડો રાજ્યના નાંજબા ગામામાં આ જઘન્ય હત્યાકાંડ થયો છે. આતંકવાદીઓએ એક ફૂટબોલના મેદાનમાં 50 લોકોની હત્યા કર્યા પછી શરીરના ટુકડાઓને દફન કરવા માટે પરિવારને આપ્યા હતા. ગામની મહિલાઓનું અપહરણ કરી લીધું અને તેને સેક્સ સ્લેવ બનાવી છે.

    બીબીસી અને ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે ગામની મહિલાઓના અપહરણ પછી આતંકીઓના બીજા સમૂહે ગામમાં આગ લગાડી દીધી હતી. ગામના ઘણા ઘર સળગી ગયા છે. જેવા લોકો ઘરની બહાર નીકળ્યા તો તેમને બંધક બનાવી લીધા હતા અને હત્યા કરી દીધી હતી.



    આ પણ વાંચો - ઇમરાન ખાનની નજીકની મંત્રીએ કહ્યું- પાકિસ્તાનમાં ભારતનો વિરોધ કરવો એ જ અમારી રોજી-રોટી

    મોઝામ્બિકમાં જે 50 લોકોની આતંકવાદીઓએ હત્યા કરી છે તેમાં મોટાભાગના યુવાન અને બાળકો હતો. આ લોકોએ આતંકીઓ સાથે સામેલ થવાની ના પાડી હતી. જેના કારણે તેમને આવું દર્દનાક મોત મળ્યું હતું.

    મોઝામ્બિકનું કૈબો ડેલગાડો રાજ્ય પ્રાકૃતિક ગેસ માટે પ્રખ્યાત છે. 2017થી અત્યાર સુધી આ વિસ્તારમાં આતંકવાદીઓએ 2000 લોકોની હત્યા કરી છે. આ આતંકીઓના ડરથી લગભગ 4.30 લાખ લોકો રાજ્ય છોડીને બીજા સ્થળે ચાલ્યા ગયા છે.
    Published by:Ashish Goyal
    First published:November 11, 2020, 23:39 pm

    टॉप स्टोरीज