Home /News /national-international /ISISના આતંકીએ પરિવાર સહિત પોતાની જાતને બોમ્બથી ઉડાવી, આતંકી સંગઠને હવે આ વ્યક્તિને બનાવ્યો પ્રમુખ

ISISના આતંકીએ પરિવાર સહિત પોતાની જાતને બોમ્બથી ઉડાવી, આતંકી સંગઠને હવે આ વ્યક્તિને બનાવ્યો પ્રમુખ

અબુ અલ-હસન અલ-હાશિમી અલ-કુરૈશી ISનો નવો વડો.

ISIS Terrorism: યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીએ તેના પરિવારના સભ્યો સાથે પોતાને ઉડાવી દીધો જ્યારે યુએસ દળોએ 3 ફેબ્રુઆરીએ તુર્કીની સરહદ નજીક ઉત્તર-પશ્ચિમ સીરિયન શહેર એટમેહમાં તેના ઠેકાણા પર હુમલો કર્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: વિશ્વવ્યાપી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) એ ગુરુવારે પ્રથમ વખત પુષ્ટિ કરી કે ગયા મહિને ઉત્તર-પશ્ચિમ સીરિયામાં યુએસ હુમલામાં (US Attack) તેનો નેતા માર્યો ગયો. આઈએસે (Islamic State-ISIS) પોતાનો નવો ચીફ પસંદ પણ કરી લીધો છે. IS નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશી વિશે આતંકવાદી જૂથની આ પ્રથમ સત્તાવાર ટિપ્પણી છે.

    યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીએ તેના પરિવારના સભ્યો સાથે પોતાને ઉડાવી દીધા હતા જ્યારે યુએસ દળોએ 3 ફેબ્રુઆરીએ તુર્કીની સરહદ નજીક ઉત્તર-પશ્ચિમ સીરિયન શહેર એટમેહમાં તેના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ISના પ્રવક્તા અબુ ઉમર અલ-મુહાજેરે ગુરુવારે જાહેર કરેલા એક ઓડિયો સંદેશમાં યુએસ હુમલામાં ISના નેતા તેમજ જૂથના પૂર્વ પ્રવક્તા અબુ હમઝા અલ-કુરૈશીના મોતની પુષ્ટિ કરી છે.

    આ પણ વાંચો - Elections Result: પીએમ મોદીએ કહ્યું- ગરીબના ઘર સુધી તેનો હક નહીં પહોંચે ત્યાં સુધી શાંત નહી બેસું

    મુહાજેરે કહ્યું કે ISએ અબુ અલ-હસન અલ-હાશિમી અલ-કુરૈશીને પોતાના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. મધ્ય પૂર્વના દેશોની સાથે સાથે ઈસ્લામિક સ્ટેટે એશિયાઈ દેશોને પણ નિશાન બનાવ્યા છે. તેણે તાજેતરમાં જ પાકિસ્તાનમાં એક શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા અહીં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જ રીતે અફઘાનિસ્તાનમાં ઘણી મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો પતિ-પત્ની ઓર વોનો ચકચારી કિસ્સો: પુત્રવધુ સાથે અવૈધ સંબંધોનો ભાંડો ફૂટતા પિતાએ દીકરાને ઉતાર્યો મોતને ઘાટ

    એક અહેવાલમાં ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનમાં ISIS સાથે જોડાયેલી ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ લેવન્ટ-ખોરાસાન (ISIL) ગૃહયુદ્ધગ્રસ્ત દેશમાં ચાલી રહેલી ઉથલપાથલનો ફાયદો ઉઠાવી રહી છે અને ઈસ્ટ તુર્કસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ અને તુર્કીસ્તાન ઈસ્લામિક પાર્ટી સહિત અન્ય વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે. અફઘાનિસ્તાનમાં સંસ્થા લડવૈયાઓની ભરતી કરી રહી છે. જેમની પાસેથી તેઓ મોટા મોટા હુમલાઓ કરાવડાવે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Isis terrorist, USA, આઇએસઆઇએસ

    विज्ञापन
    विज्ञापन