Home /News /national-international /ISISનો નેતા અબૂ હસન ઠાર, આતંકી સંગઠને ઓડિયો મેસેજથી આપી માહિતી

ISISનો નેતા અબૂ હસન ઠાર, આતંકી સંગઠને ઓડિયો મેસેજથી આપી માહિતી

આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.

આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી આપતાં સંગઠને કહ્યું કે તેના સંગઠનનો નેતા અબુ હસન અલ-હાશિમી અલ-કુરેશી યુદ્ધમાં માર્યો ગયો છે. આ સાથે સંગઠને એ પણ જાહેરાત કરી હતી કે હવે તેમની જગ્યાએ અન્ય કોઈને નેતા બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    બેરૂત: આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી આપતાં સંગઠને કહ્યું કે તેના સંગઠનનો નેતા અબુ હસન અલ-હાશિમી અલ-કુરેશી યુદ્ધમાં માર્યો ગયો છે. આ સાથે સંગઠને એ પણ જાહેરાત કરી હતી કે હવે તેમની જગ્યાએ અન્ય કોઈને નેતા બનાવવામાં આવ્યા છે. વિગતો આપતા, જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાશિમી, એક ઇરાકી, "અલ્લાહના દુશ્મનો સાથેની લડાઈમાં" માર્યો ગયો હતો.

    માહિતી આપતી વખતે પ્રવક્તાએ એ નથી જણાવ્યું કે અબુ હસનનું મૃત્યુ ક્યારે થયું. ઓડિયો સંદેશમાં બોલતા, પ્રવક્તાએ જૂથના નવા નેતાની ઓળખ અબુ અલ-હુસૈન અલ-હુસૈની અલ-કુરેશી (અબુ અલ-હુસૈન કુરેશી) તરીકે કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ઈરાક અને સીરિયા પર મોટા પાયે કબજો કરવામાં આવ્યો હતો, પરંતુ ધીરે ધીરે બંને દેશોમાંથી તેનું વર્ચસ્વ ઘટતું ગયું.

    ISIS ને 2017 માં ઇરાકમાં અને બે વર્ષ પછી સીરિયામાં પરાજિત કરવામાં આવ્યું હતું, પરંતુ સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી જૂથના સ્લીપર સેલ હજુ પણ બંને દેશોમાં હુમલાઓ કરે છે અને વિશ્વમાં અન્યત્ર હુમલાઓનો દાવો કરે છે. ISનો અગાઉનો નેતા અબુ ઈબ્રાહિમ અલ-કુરેશી આ વર્ષની શરૂઆતમાં ઉત્તરી સીરિયાના ઇદલિબ પ્રાંતમાં માર્યો ગયો હતો. તે પહેલા ઓક્ટોબર 2019માં અબુ બકર અલ-બગદાદી પણ ઇદલિબમાં માર્યો ગયો હતો.

    તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીલ ડોભાલે, સીમાપાર અને ISIS પ્રેરિત આતંકવાદના સતત ખતરા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પ્રગતિશીલ વિચારો સાથે કટ્ટરપંથી અને ઉગ્રવાદનો સામનો કરવામાં ઉલેમાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અજિત ડોભાલે કહ્યું હતું કે ISIS પ્રેરિત વ્યક્તિગત આતંકવાદી કોષો અને સીરિયા અને અફઘાનિસ્તાનમાં આવા કેન્દ્રોમાંથી પાછા ફરનારાઓ દ્વારા ઊભા થયેલા ખતરાનો સામનો કરવા માટે નાગરિક સંગઠનોનો સહયોગ જરૂરી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Isis terrorist, Terror funding, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन