નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પ્રતિંબંધિત આતંકવાદી સમૂહ આઈએસઆઈ(isis in kashmir) હોવાની પ્રત્યક્ષ સાબિતી હાથ લાગી છે. સોમવારે તેના સંસ્થાપક સદસ્યોમાંથી એક કાસિમ ખુરાસાની અને તેના બે સહયોગીની ધરપકડ પછી ભારતીય જાસુસી એજન્સી સામે આ વાતનો ખુલાસો થયો છે. ભારતીય જાસુસી એજન્સી છેલ્લા એક વર્ષથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. સીએનએન ન્યૂઝ-18 તરફથી આ એક્સક્લુઝિવ સમાચાર આપવામાં આવ્યા છે.
એપ્રિલ 2020માં જમ્મુ કાશ્મીરમાં આઈએસએસ મોડ્યુલના (ISIS)સંસ્થાપક સદસ્યોમાંથી એક ઉમર નિસાર ભટ ઉર્ફે કાસિમ ખોરાસાની જે ત્યાં આઈએસ કેડરોની ભરતીમાં સામેલ હતો. તેની ઓળખ ભારતીય જાસુસી એજન્સીઓએ એક મેસેજિંગ એપ પર કરી છે. ખોરાસાની વિશે પહેલા એ માનવામાં આવતું હતું કે તે અફઘાનિસ્તાનના ખુરાસાનમાં છે પણ પછી ભારતીય અને વિદેશી એજન્સીઓની મદદથી અનંતબાગ જિલ્લાના એક નાના શહેર અચબલમાં મળ્યો હતો. તે ટેલિગ્રામ પર પોતાના સમૂહના સભ્યો સાથે પત્રિકા સ્વાત અલ હિંદ (વોયસ ઓફ ઇન્ડિયા)ના પ્રોડક્શન અને સર્કુલેશન વિશે વાતચીત કરી રહ્યો હતો.
પત્રિતા સ્વાત અલ હિંદને વિલાયત અલ હિંદ (ભારતમાં ઇસ્લામી રાજ્ય પ્રાંત)ના વિચાર પ્રચાર કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વિલાયત હિંદની સ્થાપના મે 2019માં વિશેષ રૂપથી ભારતની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવી હતી. નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) પર ભારતીય મુસલમાનોને ભડકાવવા, બાબરી મસ્જિદ વિધ્વંસ અને કાશ્મીરમાં અત્યાચારનો બદલા લેવાના વિચારછી અલ હિંદની રચના કરવામાં આવી હતી. ઉમર કાસીમ ખોરાસાની સાથે ધરપકડ કરાયેલા અન્ય બે લોકોના નામ તનવીર અહમદ ભટ અને રમીઝ લોન છે. ત્રણેયની ઉંમર 35 વર્ષથી ઓછી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર