Home /News /national-international /વિદેશમાં રહેતા અમૃતપાલ સમર્થકોને ભડકાવવાનો ISIનો પ્રયત્ન, એજન્સી તૈયાર કરે છે લોકોનું લિસ્ટ

વિદેશમાં રહેતા અમૃતપાલ સમર્થકોને ભડકાવવાનો ISIનો પ્રયત્ન, એજન્સી તૈયાર કરે છે લોકોનું લિસ્ટ

ફાઇલ તસવીર

Pro Khalistan Movement: વિદેશોમાં રહેલા અમૃતપાલ સિંઘના સમર્થકો જેમને ખાલિસ્તાની આતંકીઓ સહિત આઈએસઆઈની સીધી મદદ મળી રહી છે. તેમના દ્વારા પંજાબમાં અમૃતપાલ સિંઘના સમર્થનની વાતો પહેલાં પણ સામે આવી હતી. પરંતુ આવું પહેલીવાર બની રહ્યું છે કે, જ્યારે આ રીતે અમૃતપાલના સમર્થક વિદેશોમાંથી નીકળી રહ્યા છે અને ભારતીય સંસ્થાઓ પર નિશાન સાધી રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના ફરાર થયા બાદ કેન્દ્રિય સુરક્ષા અને એજન્સીઓ હવે વિદેશમાં રહેલા ખાલિસ્તાન સમર્થકોનું લિસ્ટ બની રહ્યા છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અમૃતપાલનું ધ્યાન ભટકાવવા માટે આઈએસઆઈ સાથે મળી ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બ્રિટન અને કેનેડામાં મેનચેસ્ટર, લીડ્સ, ટોરન્ટો, બ્રિટિશ કોલંબિયા જેવા શહેરમાં જાસૂસી એજન્સીઓ ખાસ નજર રાખી રહી છે.

લંડનમાં ભારતીય દૂતાવાસ સામે થયેલા વિરોધ પ્રદર્શન પછી ભારતીય સુરક્ષા અને જાસૂસી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ક્યાંક અમૃતપાલના સમર્થકો વિદેશોમાં અન્ય ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવાનું વિચારતા નથી ને! ખાસ કરીને વિદેશોના ગુરુદ્વારોને અમૃતપાલના સમર્થકો એક ઢાલની રીતે વાપરી રહ્યા છે. જ્યાં તેઓ ભેગાં થાય છે અને સમર્થનમાં માહોલ બનાવે છે. એટલું જ નહીં, આ લોકોમાં પોસ્ટ વહેંચવા, સોશિયલ મીડિયામાં સમર્થન માટે મેસેજ વાયરલ કરવા અને તેના સમર્થકોને ગુરુદ્વારા સુધી પહોંચવામાં આઈએસઆઈ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. જાસૂસી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે, એટલે જ અમૃતપાલના સમર્થકો પ્રદર્શન દરમિયાન વિદેશમાં મોઢું છુપાવતા ફરે છે જેથી તેઓ પકડાઈ ન જાય.

આ પણ વાંચોઃ મરવા માટેની મનપસંદ જગ્યા, હજારો લોકો દેશ-વિદેશથી મરવા માટે આવે છે!

સુરક્ષા એજન્સીઓ લોકોની ઓળખ કરી રહી છે


વિદેશોમાં બેસેલા અમૃતપાલના સમર્થકો જેમને ખાલિસ્તાની આતંકિઓ અને આઈએસઆઈની સીધી રીતે મદદ મળી રહી છે. આ પહેલાં પણ તેમની મદદની વાતો સામે આવી છે. પરંતુ એવું પહેલીવાર બનશે કે આ રીતે અમૃતપાલના સમર્થકો વિદેશમાંથી નીકળી રહ્યા છે અને ભારતીય સંસ્થાને નિશાનો બનાવી રહ્યા છે.



ઇનપુટ્સ એ પણ મળ્યા છે કે, પંજાબમાં અમૃતપાલની ખાલસા વિહિર યાત્રામાં મદદ કરનાર મોટી સંખ્યામાં લોકો વિદેશમાં પણ આ પ્રદર્શનોમાં હાજર છે. આવા લગભગ 150 લોકો છે. આવા અલગ-અલગ દેશોમાં જે લોકોની યાદી બનાવવામાં આવી છે તેઓ ભારતમાં અમૃતપાલના સમર્થકોના સતત સંપર્કમાં હતા. હવે ઇન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તેમની સામે ભારતની છબીને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરી શકાય.
First published:

Tags: International news, Khalistan, Punjab police