બાંગ્લાદેશમાં ભણતી દવિન્દરની દીકરીઓ માટે ISI કરી રહ્યું છે ફંડિંગ, NIAની તપાસ તેજ

News18 Gujarati
Updated: January 20, 2020, 8:22 AM IST
બાંગ્લાદેશમાં ભણતી દવિન્દરની દીકરીઓ માટે ISI કરી રહ્યું છે ફંડિંગ, NIAની તપાસ તેજ
બરતરફ ડીએસપી દવિન્દર સિંહનું પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સાથે પણ કનેક્શન છે

બરતરફ ડીએસપી દવિન્દર સિંહનું પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સાથે પણ કનેક્શન છે

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં હિજબુલ મુજાહિદીન (Hizbul Mujahideen)ના આતંકવાદીઓ સાથે પકડાયેલા પોલીસ અધિકારી દવિન્દર સિંહ (DSP Davinder Singh) પર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. એનઆઈએને આશંકા છે કે બરતરફ ડીએસપી દવિન્દર સિંહનું પાકિસ્તાન (Pakistan)ની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સાથે પણ કનેક્શન છે. સૂત્રો મુજબ બાંગ્લાદેશ ભણતીમાં દવિન્દરની દીકરીઓના અભ્યાસ માટે આઈએસઆઈ ફંડ આપે છે.

અંગ્રેજી અખબાર 'ધ એશિયન એજ' મુજબ, દવિન્દરની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને જણાવ્યું કે, નવીદ અહમદ સાથે તેમની દોસ્તી સાત વર્ષ જૂની છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે દવિન્દર પહેલીવાર વર્ષ 2013માં નવીદને મળ્યો હતો. નવીદે કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાયો હતો. બાદમાં તે SPOનો હિસ્સો બની ગયો હતો. નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા નવીદ અહમદ પોલીસની નોકરી છોડીને આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનમાં સામેલ થઈ ગયો હતો.

તપાસ અધિકારીઓ મુજબ, હિજબુલ કમાન્ડર નવીદ બાબૂના માથે 20 લાખ રૂપિયાનું ઈનામ હતું. પરંતુ દવિન્દર સિંહ તેની 12 લાખ રૂપિયામાં સુરક્ષા કરતો હતો. દવિન્દર સિંહના સંરક્ષણને કારણે ઈરફાન છેલ્લા થોડાક વર્ષોમાં લગભગ પાંચ વાર પાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યો હતો. જોકે, સુરક્ષા એજન્સીઓની પાસે તેમની ગતિવિધિઓની કોઈ ખાસ જાણકારી નહોતી.

આઈએસઆઈ કરે છે ફંડિંગ

રાષ્ટ્રીય તપાસ એજન્સીની તપાસમાં જાણવા મળ્યું છે કે દવિન્દર સિંહ તરીકે પાકિસ્તાનના આઈએસઆઈ સુધી જોડાયેલા હતા. ભારતમાં આતંકવાદીઓને સંરક્ષણ આપવા માટે દવિન્દરને આઈએસઆઈ તરફથી ઘણા પૈસા પણ આપ્યા હતા. તપાસમાં એ પણ વાત સામે આવી છે કે વર્ષ 2019માં દેવેન્દર સિંહ ત્રણ દિવસના બાંગ્લાદેશ પ્રવાસે ગયો હતો અને ત્યાં અનેક દિવસો સુધી રોકાયો હતો. સૂત્રો મુજબ, બાંગ્લાદેશમાં અભ્યાસ કરી રહેલી દવિન્દરની બંને દીકરીઓનો ખર્ચો પણ આઈએસઆઈ જ ઉઠાવી રહ્યો છે.

ત્રણ આતંકવાદોઅી સાથે પકડાયો હતો દવિન્દર સિંહદવિન્દર સિંહ ત્રણ આતંકવાદીઓને સાદા કપડામાં શનિવાર સવારે લગભગ 10 વાગ્યે ઘરથી રવાના થયા હતા. પોલીસે શ્રીનગરથી લગભગ 60 કિલોમીટર દૂર તેમની કારને રોકી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગડબડ કરી ફસાઈ ગયા બાદ દવિન્દર સિંહ પોલીસવાળાઓના સવાલોના ગોળગોળ જવાબ આપી રહ્યો હતો, ત્યારબાદ તેને આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી અને બાદમાં તેના ઘરની તલાશી લેવામાં આવી.

આ પણ વાંચો, દવિન્દર સિંહે ખૂબ જ ચતુરાઈથી પોતાના પ્રમોશન માટે આ રીતે ચલાવ્યો હતો 'જુગાડ'
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading