ISIનું અફઘાનિસ્તાન પર કંટ્રોલ કરવાનું ષડયંત્ર! રાજ્યોમાં ગવર્નર બની રહ્યા છે તાલિબાનના પાકિસ્તાની કમાન્ડરો
ISIનું અફઘાનિસ્તાન પર કંટ્રોલ કરવાનું ષડયંત્ર! રાજ્યોમાં ગવર્નર બની રહ્યા છે તાલિબાનના પાકિસ્તાની કમાન્ડરો
ફાઈલ ફોટો
ISI in Afghanistan: તાલિબાનોમાં કેટલાક વિસ્તારને લઈને અંદરો-અંદર વિરોધ અને વિદ્રોહ જોવા મળવાની સાથે ISIની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી દીધી છે.
નીતિશ કુમાર/ નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆ એફઘાનિસ્તાન પર તેમનું નિયંત્રણ મેળવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે. ખરેખર તો તાલિબાનમાં કેટલા વિસ્તાોમાં સત્તાને લઈને અંદરો અંદર વિરોધને જોતા વિદ્રોહની આશંકાને ધ્યાને રાખીને આઈએસઆઈ(ISI) એ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે લોકો વધુમાં વધુ તાલિબાનો સામે લડી રહેલા પાકિસ્તાનના નાગરિકોને રાજ્યોના ગવર્નર બનાવી રહ્યા છે.
ગપ્તચર એજન્સીઓ અને સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર આઈએસઆઈનું આ પ્લાનિંગ દેશના કુન્નાર વિસ્તારમાં જોવા મળ્યું હતું, જ્યાં પાકિસ્તાનના એક પરિવારના બે ભાઈઓને અલગ-અલગ વિસ્તારોના ગવર્નર બનાવામાં આવ્યા છે. જ્યારે તેમનો ત્રીજો ભાઈ ISI માટે કામ કરી રહ્યો છે.
અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના ગવર્નર કારી ઉસ્માન પાકિસ્તાનના મમંદો તહસીલ હેઠળના ગરીબ વિસ્તાર બાજૌરના રહેવાસી છે. કારી ઉસ્માનના પિતાનું નામ અકબર ખાન છે. તેણે બાજૌર પાકિસ્તાનની ઇનાયત કલા સરકારી શાળામાંથી નવમા સુધી અભ્યાસ કર્યો છે અને બે લગ્ન કર્યા છે. તેનું એક ઘર પેશાવરમાં અને બીજું બાજૌરમાં છે.
કારી ઉસ્માનના નાના ભાઈ શાહિદુલ્લાહ કુનાર પ્રાંતના મારવાડા જિલ્લાનો જિલ્લા ગવર્નર છે. કારી ઉસ્માનનો બીજો ભાઈ ઝબીહુલ્લાહ પેશાવરના બાલા હિસ્સાર વિસ્તારમાં આઈએસઆઈ સાથે તૈનાત છે. અફઘાનિસ્તાનના આતંકવાદ વિરોધી નિષ્ણાત અજમલ સુહેલે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, ISIની વ્યૂહરચના હેઠળ પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાનને અડીને આવેલા અફઘાનિસ્તાનના પ્રાંતો, રાષ્ટ્રીય સુરક્ષા નિયામક (NDS), અફઘાનિસ્તાનની ગુપ્તચર સંસ્થા અને તાલિબાન સરકારમાં સંવેદનશીલ સ્થિતિમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. તાલિબાનના શાસન પર તેની પકડ મજબૂત છે.
મહત્વનું છે કે, ISI પાકિસ્તાની નાગરિકોને અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ, પૂર્વ અફઘાનિસ્તાનના નુરીસ્તાન પ્રાંત અને ઉત્તર અફઘાનિસ્તાનના કેટલાક અન્ય પ્રાંતોમાં ગવર્નરો અને અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર નિયુક્ત કરી રહ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર