મુંબઇ: રિલાયન્સ રિટેલ (RIL) બિઝનેસ લીડર ઈશા અંબાણીને શુક્રવારે 12માં ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈશા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના પુત્રી છે અને તેમના લગ્ન પિરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. જ્યારે ઈશા અંબાણીને એવોર્ડ મળ્યો ત્યારે તેમણે તેમના માતા-પિતા અને પોતાના બાળકો આદિશક્તિ અને કૃષ્ણનો આભાર માન્યો હતો.
મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભામાં ઈશાનો રિલાયન્સ રિટેલ બિઝનેસના લીડર તરીકે પરિચય કરાવ્યો હતો. 12 ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈમાં અંબાણી પરિવારના અલ્ટામાઉન્ટ રોડ નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે લગ્ન કર્યા હતા.
ઈશા અને આનંદની સગાઈ ઈટાલીની એક હોટલમાં થઈ હતી. સપ્ટેમ્બર 2018 માં લેક કોમો, જે પછી ઉદયપુરમાં લગ્ન પહેલાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ, રાજકારણ, બિઝનેસમેન અને રમતગમતની દુનિયાના ઘણા મોટા દિગ્ગજોને હાજર રહ્યા હતા.
આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રતન ટાટા, બચ્ચન પરિવાર, રજનીકાંત, આમિર ખાન, સચિન તેંડુલકર અને અન્ય લોકોએ હાજરી આપી હતી. મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે - જોડિયા આકાશ અને ઈશા અને સૌથી નાનો પુત્ર અનંત. આકાશે માર્ચ 2019માં હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે વર્ષનો પુત્ર પૃથ્વી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર