Home /News /national-international /ઈશા અંબાણી-આનંદ પિરામલ જોડિયા બાળકોના પેરેન્ટ્સ બન્યા, દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું

ઈશા અંબાણી-આનંદ પિરામલ જોડિયા બાળકોના પેરેન્ટ્સ બન્યા, દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું

ઈશા અંબાણી-આનંદ પિરામલના ઘરે પારણું બંધાયું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવારની તરફથી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે જેમાં એક દીકરો છે અને એક દીકરી છે. રિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે. ઉલ્લેખનીય છે કે ઈશા અને આકાશ પણ મુકેશ-નીતા અંબાણીનાં ટ્વિન્સ બાળકો છે.

વધુ જુઓ ...
    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર તરફથી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે જેમાં એક દીકરો છે અને એક દીકરી છે. પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે. ઉલ્લેખનીય છે કે ઈશા અને આકાશ પણ મુકેશ-નીતા અંબાણીનાં ટ્વિન્સ બાળકો છે.

    મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પિરામલનાં માતા-પિતા અજય અને સ્વાતિ પિરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે. આ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

    આ પણ વાંચોઃ આતંકવાદીઓએ ઓટો રિક્ષામાં બ્લાસ્ટ કર્યો હતો, DGPએ કહ્યું-'આતંકીઓ મોટા ષડ્યંત્રને અંજામ આપવાની ફિરાકમાં'

    વર્ષ 2018માં થયાં હતાં ઈશા-આનંદ પિરામલનાં લગ્ન


    વર્ષ 2018માં ઈશા અંબાણીનાં લગ્ન હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે થયાં હતાં. તેમનાં લગ્ન દેશના સૌથી મોંઘાં લગ્નોમાંના એક હતાં. તેમાં બોલિવૂડ અને દેશની મોટાભાગની સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

    ઈશા અને આકાશ પણ ટ્વિન્સ છે


    એક ટીવી ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, ઈશા અને આકાશના જન્મ પહેલાં તે યુએસમાં હતી. તેમને મૂકીને મુકેશ ઈન્ડિયા પહોંચ્યા ત્યારે તેમના પર ફોન આવ્યો કે તમારે પરત આવવું પડશે. નીતા ગમે ત્યારે બાળકોને જન્મ આપી શકે છે. મુકેશ તેનાં માતા કોકિલાબેન અને એક ડોક્ટર સાથે સ્પેશિયલ પ્લેનમાં યુએસ આવવા નીકળ્યા. રસ્તામાં પ્લેનનો પાઇલટ તેમની પાસે આવ્યો અને કહ્યું કે તેઓ એક પુત્ર અને એક પુત્રી એમ 2 બાળકોના પિતા બન્યા છે. આ સમાચાર બાદ પ્લેનમાં જશ્ન જેવો માહોલ હતો. જ્યારે મુકેશજી નીતા પાસે પહોંચ્યા ત્યારે તેમણે બાળકોનું નામકરણ ખુદ કરવાની વાત કહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું જ્યારે પ્લેનમાં પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને આ ખુશખબર મળી. તેથી મારી દીકરીનું નામ ‘ઇશા’ રાખ્યું. જેનો મતલબ છે ‘પહાડોની દેવી.’ અમે આકાશમાં ઊડી રહ્યા હતા તેથી દીકરાનું નામ રાખ્યું ‘આકાશ.’

    ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડિરેક્ટર છે


    મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Anand Piramal, Isha Ambani, Twins

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन