આયુષ્યમાન ભારત યોજનામાં તમારૂ નામ છે કે નહી? ઘરે બેઠા આ રીતે ચેક કરી શકાય

News18 Gujarati
Updated: January 1, 2019, 7:20 PM IST
આયુષ્યમાન ભારત યોજનામાં તમારૂ નામ છે કે નહી?  ઘરે બેઠા આ રીતે ચેક કરી શકાય
તમારૂ નામ આયુષ્યમાન ભારત યોજનામાં છે કે નહી આ રીતે કરો ચેક

ઘણા લોકોને ભારત સરકારની આ લાભકારી યોજનામાં પોતાનું નામ છે કે નહી તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જો છે તો કેવી રીતે ખબર પડે?

  • Share this:
આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં સામાન્ય બિમારીઓની સાથે 23 જેટલી ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેન્સરમાં પણ દર્દીને તાત્કાલીક લાભ મળશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના તરફથી 1354 બિમારીનું લિસ્ટને તૈયાર કર્યું. ઘણા લોકોને ભારત સરકારની આ લાભકારી યોજનામાં પોતાનું નામ છે કે નહી તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જો છે તો કેવી રીતે ખબર પડે? તો એમે તમને જણાવીશું કેવી રીતે તમારી ફેમિલી આયુષ્યમાન ભારત યોજનામાં આવે છે કે નહી આ રીતે ચેક કરી શકાય.

સૌથી પહેલાં તમારે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સરકારની વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગ ઇન કરવાનું રહેશે. લોગ ઇન કરતા જ આપે Home Page પર આપનો મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે. તેની બરાબર નીચે આપને કૈપ્ચા જોવા મળશે કે જેમાં આપવામાં આવેલા નંબરોને આપે ખાલી બોક્સમાં ભરવાનાં રહેશે.

ત્યાર બાદ “જનરેટ OTP” ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરતા જ આપનાં મોબાઇલ પર એક OTP નંબર આવશે કે જેને વેબસાઇટ પર જઇને તમે વેરિફાઇ કરી લો.

હવે આપની સામે એક નવું જ પેજ ખુલી જશે. જેમાં આપે આપનાં રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યાર બાદ આપ પોતાનો મોબાઇલ નંબર અથવા કોઇ અન્ય ઉપલબ્ધ જાણકારી નાખીને પોતાને નામને સર્ચ કરી શકો છો.

વેબસાઇટ પર એક વખત આપનું નામ રજિસ્ટર થઇ જાય. ત્યાર બાદ આપ આપનાં રેશન કાર્ડ અથવા તો મોબાઇલ નંબરની મદદથી આપ જાણી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળી રહેલ છે કે નહીં.

જો કે વેબસાઇટ પર માત્ર તેવાં જ લોકોનાં નામ જોવા મળશે કે જેઓએ પોતાનો મોબાઇલ નંબર અથવા તો રેશન કાર્ડ નંબર જમા કરાવ્યો હોય. હકીકતમાં હાલમાં જ આ યોજનાને માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેમાં સામાજિક-આર્થિક જાતિ જનગણના ડેટાબેસને આધારે લોકો પાસેથી તેઓનો મોબાઇલ નંબર અને રેશન કાર્ડ નંબર માંગવામાં આવ્યું હતું.જો આપનું નામ વેબસાઇટ પર દેખાય નહીં તો પણ આપે વધારે ગભરાવવાની જરૂરિયાત નથી. આને માટે આપને ડેટાબેસમાં આપનું નામ, પિતાનું નામ, લિંગ અને રાજ્યનું નામ અંકિત કરવાનું રહેશે.

ત્યાર બાદ સર્ચ કરવા પર આપનું નામ આવી જશે, બાદમાં આપ “ગેટ એસએમએસ” ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ આપની પાસે એક મેસેજ આવશે, જેમાં આપને એક નંબર મળશે. તે નંબરને આપ સંભાળીને રાખો, કેમ કે આ ભવિષ્યમાં ખૂબ કામ આવશે.

જો આવું કરવા છતાં પણ આપનું નામ સર્ચ કરવા પર ના આવે તો આપ “આયુષ્માન મિત્ર”ને સંપર્ક કરો અને આને માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવો. ત્યાર બાદ આપ ચેક કરી શકો છો કે આપને આ યોજનાનો લાભ મળશે કે નહીં.
First published: January 1, 2019, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading