કથિત બાંગ્લાદેશ IS ચીફની ધમકી- શ્રીલંકા બાદ હવે ભારતનો નંબર

ઈસ્લામિક સ્ટેટ ચીફ બગદાદી (ફાઇલ ફોટો)

આઈએસે સોમવારે બાંગ્લાદેશમાં ગુલિસ્તાન થિએટરની પાસે એક નાનો બ્લાસ્ટ કર્યો હતો, તેના બીજા જ દિવસે જાહેર કરી ધમકી

  • Share this:
    બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળના કથિત ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) ચીફ અબુ મુહમ્મદ અલ-બંગાળીએ બંને દેશો માટે ધમકી જાહેર કરી છે. અલ-બંગાળીએ ધમકીમાં કહ્યું છે કે શ્રીલંકા બાદ હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર છે.

    આઈએસના બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે વિચારો છો કે બંગાળ અને હિન્દમાં તમે ખિલાફાના સિપાહીઓનો અવાજ બંધ કરી શકો છો તો સાંભળો, અમે ક્યારય ચૂપ નહીં થઈએ. અમારી બદલાની તરસ ક્યારેય શાંત નહીં થાય.

    આઈએસે સોમવાર સવારે 7.30 વાગ્યે બાંગ્લાદેશમાં ગુલિસ્તાન થિએટરની પાસે એક નાનો બ્લાસ્ટ કર્યો. બ્લાસ્ટમાં કોઈનું મોત નથી થયું. જોકે, કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેના બીજા જ દિવસે આઈએસ સાથે સંકળાયેલા આતંકી સંગઠન અબુ મુહમ્મદ અલ-બંગાળીએ આ પોસ્ટર જાહેર કર્યું. આઈએસે ઢાકાના હુમલાને લઈને મંગળવાર સવારે પોતાના મુખપત્ર અમાક દ્વારા નિવેદન જાહેર કર્યું. સાથોસાથ તેનો બંગાળી અનુવાદ પણ જાહેર કર્યો. આ ઉપરાંત બગદાદીના ભાષણની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ જાહેર કરી છે.

    ભારતીય એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. તેમનું માનવું છે કે બાંગ્લાદેશમાં થયેલા નાના બ્લાસ્ટ ગુમરાહ કરવા માટે હોઈ શકે છે. શક્ય છે કે તેની આડમાં બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળમાં મોટા હુમલાની યોજના બનાવવામાં આવી હોય. આઈએસ તરફથી બંગાળી ભાષમાં જાહેર ધમકી બાદ તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આઈએસ સમર્થક ટેલીગ્રાફ ચેનલે ગત ગુરુવારે બંગાળી ભાષામાં એક પોસ્ટર જાહરે કરી કહ્યું હતું, 'ટૂંક સમયમાં આવી રહ્યું છે.'

    એજન્સીઓએ શીઘ્રોઇ આસ્ચે (ટૂંક સમયમાં આવી રહ્યું છે), ઇન્સા અલ્લાહ લખેલું પોસ્ટ જાહેર થયા બાદ તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટર પર અલ-મુરસલત ગ્રુપનો લોગો પણ હતો. આ સંગઠને મંગળવારે ધમકીભર્યું પોસ્ટર જાહેર કર્યું છે. એક અધિકારીએ કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. આઈએસે કોલંબોમાં સ્થાનિક કટ્ટરપંથી સંગઠન તૌહીદ જમાતની મદદથી સિરિઅલ બ્લાસ્ટ કર્યા હતા. બાંગ્લાદેશમાં આઈએસનું સક્રિય સ્થાનિક આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહિદીન પહેલાથી જ છે. એવામાં ભારત માટે ખતરાને નજરઅંદાજ કરવું યોગ્ય નહીં હોય.

    આતંક વિરોધી યૂનિટના એક અધિકારીએ કહ્યું કે જમાત-ઉલ-મુજાહિદીને આતંકી કોલકાતા અને પશ્ચિમ બંગાળને સારી રીતે જાણે છે. પડોસી દેશ હોવાના કારણે તેમને અહીં ભરતી કરવામાં પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. એવામાં તેને નજરઅંદાજ ન કરી શકાય. તમામ એજન્સીઓ એલર્ટ પર છે.
    Published by:Mrunal Bhojak
    First published: