યોગી આદિત્યનાથનો ભાઈ ચા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે? આ છે સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરવાળી પોસ્ટને 26 હજારથી વધુ વાર શેર કરવામાં આવી છે

News18 Gujarati
Updated: February 12, 2019, 3:41 PM IST
યોગી આદિત્યનાથનો ભાઈ ચા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે? આ છે સત્ય
આ તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ હતી.
News18 Gujarati
Updated: February 12, 2019, 3:41 PM IST
સોશિયલ મીડિયા પર હાલમાં એક વ્યકિતની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભાઈ છે અને તે ચાની દુકાન ચલાવે છે.

સોશિયલ મીડિયા પર અનેક એકાઉન્ટ્સ અને પેજ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. ફેસબુક યૂઝર 'નીલમ ચતુર્વેદી વિધાયક' દ્વારા ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીને ભાઈ છે જે ચાની દુકાન ચલાવી રહ્યા છે, કોંગ્રેસના કોઈ પણ મોટા નેતાના ભાઈ આ પ્રકારના હોય તો જરૂર પોસ્ટ કરો. પોસ્ટને 26 હજારથી વધુ વખત શેર કરવામાં આવી ચૂકી હતી.

ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ દાવા વિશે પ્રકાશકોએ યોગી આદિત્યનાથની બહેન શશિ સિંહ સાથે સંપર્ક કર્યો હતો. શશિ સિંહના પતિ પરૂણ પાયલે જણાવ્યું કે વાયરલ થઈ રહેલી તસવીરમાં નજરે પડતી વ્યક્તિ ન તો યોગીના ભાઈ છે અને ન તો કોઈ સગા-સંબંધી છે. તેઓએ એમ પણ કહ્યું કે યોગી આદિત્યનાથના કોઈ પણ ભાઈ ચાની દુકાન નથી ચલાવતા. મુખ્યમંત્રી યોગીના ત્રણ ભાઈ અને એક બહેન છે.

આ પણ વાંચો, સંસદમાં બેરિકેડ સાથે ટકરાઈ સાંસદની કાર, સેનાના કમાંડોએ તાકી બંદૂક!

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2017માં એબીપી ન્યૂઝમાં પ્રસારિત થયેલા કાર્યક્રમમાં યોગી આદિત્યનાથના પરિવારનો ઈન્ટરવ્યૂ છે, તે સમયે યોગી મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. વીડિયોમાં યોગીના બે ભાઈઓ જોવા મળે છે. તેમના ત્રીજા ભાઈ ભારતીય સેનામાં છે. વાયરલ થઈ રહેલી વ્યક્તિનો ચહેરો યોગીના કોઈ પણ ભાઈ સાથે મેળ નથી ખાતો. જેથી આ તસવીર ફેક હોવાનું પુરવાર થયું હતું.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...