ગેહલોત વિ. પાયલટ : રાજસ્થાન કોંગ્રેસમાં જોવા મળતી શાંતિ નવા તોફાનના સંકેત છે?

ગેહલોત વિ. પાયલટ : રાજસ્થાન કોંગ્રેસમાં જોવા મળતી શાંતિ નવા તોફાનના સંકેત છે?
ગેહલોત વિ. પાયલટ : રાજસ્થાન કોંગ્રેસમાં જોવા મળતી શાંતિ નવા તોફાનના સંકેત છે?

રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી એકવાર બહાર આવે તેવી સંભાવના

 • Share this:
  નવી દિલ્હી/જયપુર : રાજસ્થાનમાં (Rajasthan)કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી એકવાર બહાર આવે તેવી સંભાવના છે. આ વર્ષે મે-જૂનમાં સચિન પાયલટ (Sachin Pilot) અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot)વચ્ચે મતભેદ થયા હતા. આ આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)દ્વારા ગેહલોત અને પાયલટ વચ્ચે ખરાબ સંબંધોને ઉકેલવા માટે બનાવેલી વિશેષ સમિતિની ત્રણ બેઠક ખતમ થઈ છે પણ હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

  કોવિડ-19ના કારણે સમિતિનું કામ અટકી ગયું હતું કારણ કે અહેમદ પટેલ અને અજય માકન બંને કોરોના સંક્રમિત થયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રીએ સાવધાની રાખતા લોકો સાથે મુલાકાત ન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે હાલમાં બનેલી બે ઘટનાઓએ સંકેત આપ્યો છે કે પરેશાની વધી શકે છે. સૌથી પહેલા સચિન પાયલટના મીડિયા મેનેજર લોકેંન્દ્ર સિંહ સામે એફઆઈઆરનો મામલો છે. જેમાં તેમને કોર્ટમાંથી રાહત મળી ગઈ છે. જોકે રાજ્યમાં રાજનીતિક સંકટ વચ્ચે જેસલમેરમાં એક હોટલમાં રહેવા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોના ફોન ટેપિંગ પર રિપોર્ટિંગ માટે FIR કરવામાં આવી હતી. IPCની કલમ 505(1), 505 (2), 120 બી અને સૂચના પ્રોદ્યોગિક અધિનિયમની કલમ 76 અંતર્ગત એફઆઈઆઈ કરવામાં આવી છે.  આ પણ વાંચો - પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

  બીજો મામલો રાજસ્થાન લોક સેવા આયોગના સદસ્યના રૂપમાં મંજૂ શર્માની નિમણૂક છે. તે કુમાર વિશ્વાસની પત્ની છે. કુમાર વિશ્વાસે અમેઠીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. પાયલટ કેમ્પના કેટલાક લોકો આને ગેહલોત સરકાર તરફથી અસંવેદનશીલતા બતાવી રહ્યા છે.

  અશોક ગેહલોતના એક વિરોધી નેતાએ કહ્યું કે તેના દ્વારા વિરોધી નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવી શકે છે. બીજી તરફ ગેહલોત જૂથના લોકોનું કહેવું છે કે પાયલટની ચુપ્પી જોવી જોઈએ નહીં કારણ કે તે સરકાર સાથે સહયોગ કરી રહ્યા છે. એક અંદરના સૂત્રએ કહ્યું કે તે યાત્રા કરી રહ્યા છે. લોકોને મળી રહ્યા છે અને ટ્વિટર ઉપર પણ ઘણી ભીડની તસવીર ટ્વિટ કરી રહ્યા છે. આ સ્પષ્ટ રૂપથી ગેહલોત સામે પોતાને પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન છે.
  Published by:Ashish Goyal
  First published:October 19, 2020, 16:58 pm

  ટૉપ ન્યૂઝ