VVPATને લઈને બોલ્યા ઉદિત રાજ- શું સુપ્રીમ કોર્ટ પણ ગરબડમાં સામેલ છે?

સોમવારે ઈવીએમ અને વીવીપેટની સ્લીપોને મેચ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી.

સોમવારે ઈવીએમ અને વીવીપેટની સ્લીપોને મેચ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના પરિણામોને આડે અમુક જ કલાકો બાકી રહ્યા છે. પરંતુ તે પહેલા જ વિપક્ષ સતત ઇલેક્ટ્રોનિકલ વોટિંગ મશીન (EVM) અને વોટર્સ વેરિફાઇડ પેપર્સ ઓડિટ ટ્રોલ (VVPAT)ની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ઉદિત રાજે EVM વિવાદમાં સુપ્રીમ કોર્ટને ઢસડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઉદિત રાજે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કેમ નથી ઇચ્છતી કે VVPATની તમામ સ્લીપોની ગણતરી કરવામાં આવે. શું તે પણ આ ગરબડમાં સામેલ છે?

    ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ટ્વિટ કર્યું કે, 'સુપ્રીમ કોર્ટ કેમ નથી ઈચ્છતી કે VVPATની બધી સ્લીપોની ગણતરી કરવામાં આવે. શું તે પણ ગરબડમાં સામેલ છે? ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ્યારે બે ત્રણ મહિનાથી તમામ સરકારી કામો મંદ પડી ગયા છે ત્યારે મત ગણતરીમાં બે ત્રણ દિવસ લાગી જાય તો શું ફરક પડે છે?'



    ઉદિત રાજે આ ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ ઉપરાંત ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. ચૂંટણી પંચ પર ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, "બીજેપીએ જે જે જગ્યાએ ઈવીએમ બદલવાના હતા તે બદલી લીધા હશે. આ માટે જ ચૂંટણી સાત તબક્કામાં કરવામાં આવી હતી. તમારું કોઈ નહીં સાંભળે, બૂમો પાડતા રહો, લખવાથી કંઈ નહીં થાય, રસ્તા પર આવવું પડશે. જો દેશને આ અંગ્રેજોના ગુલામોથી બચાવવો હશે તો આંદોલન કરવું પડશે સાહેબ, ચૂંટણી પંચ વેચાય ગયું છે."

    હકીકતમાં સોમવારે ઈવીએમ અને વીવીપેટની સ્લીપોને મેચ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ફેંસલો આપતા કહ્યુ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની બેંચ પહેલા જ આના પર સુનાવણી કરી ચુકી છે.

    નોંધનીય છે કે ચેન્નાઇની એક એનજીઓ (Tech4all) તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં EVM અને VVPATની સ્લીપોને 100% સરખાવવાનો આગ્રહ કર્યો હતો. કોર્ટે આ અરજી રદ કરી નાખી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: